તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાઃ નેશનલ સ્માર્ટ સિટી મિશન દ્વારા શુક્રવારે જાહેર થયેલા ઓવર ઓલ રેન્કિંગમાં વડોદરા દેશના ટોપ-10 શહેરમાં આવી ગયું છે. ગત વર્ષના 11માં ક્રમમાં 2 ક્રમનો સુધારો કરીને આ વર્ષે 9માં ક્રમે આવ્યું છે. ગુજરાતનું અમદાવાદ 2 જા ક્રમે, સુરત 5માં ક્રમે છે. ગુજરાતના અન્ય શહેરોમાં રાજકોટ( 43) અને દાહોદ(58) છે. આ રેન્કિંગમાં ટોપ 10 સ્માર્ટ સિટીમાં વડોદરાનો ફંડ ટ્રાન્સફર રેટ આગ્રા બાદ દેશમાં સૌથી વધુ એટલે કે દેશમાં બીજા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસ અગાઉ જ વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટની યસ બેંકના અકાઉન્ટમાંથી 2.67 કરોડ રૂપિયાની જંગી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
રેન્કિંગમાં સુધારો સારી બાબત
આ વિશે વડોદરા સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટના સીઇઓ સુધીર પટેલે જણાવ્યું કે, ‘આ રેન્કિંગમાં સુધારો સારી બાબત છે પણ હજીય કેટલાક પાસામાં ધ્યાન આપી શકાય તો રેન્ક સુધરી શકે તેમ છે. ફંડ ટ્રાન્સફરમાં એટલે કે નાણાના ખર્ચમાં પારદર્શિતા રિપોર્ટમાં પણ હતી જેને લીધે આપણે સારી રેન્ક મેળવી શક્યા છીએ.’ ઉલ્લેખનીય થે કે, ફંડ ટ્રાન્સફરમાં વડોદરા 10.46 માર્કસની તુલનામાં ઓવર ઓલ રેન્કિંગમાં આગળ અમદાવાદે માત્ર 6.98 માર્કસ અને સુરતે 9.62 માર્કસ જ મેળવ્યા છે.
આ 10 બાબતોની ગણતરીના આધારે રેન્કિંગ જાહેર થયાં ?
આ ફોર્મેટમાં આ ફેક્ટર્સના મહત્તમ માર્કસ અપાયા
સ્માર્ટ સિટી મિશન દ્વારા જાહેર થયેલા રેન્કિંગમાં અન્ય પ્રોજેક્ટમાંથી સ્માર્ટ સિટી મિશન અંતર્ગત આવેલા કન્વર્ઝન પ્રોજેક્ટનો અમલ ( મહત્તમ 12 માર્કસ), સ્માર્ટ સિટી મિશનની ગ્રાન્ટ અને લોનનું પ્રોજેક્ટનો અમલ (મહત્તમ 48 માર્કસ) , સ્માર્ટ સિટી અંતર્ગત ફંડનું ટ્રાન્સફર અને તેનો ઉપયોગ( મહત્તમ 28 માર્ક) તથા નાગરિકોની વિવિધ ફરિયાદો અને અન્ય મુદ્દામાં તેને પૂરું કરવામાં કેટલા સફળ રહ્યાં છે(મહત્તમ 12 માર્ક) તે કોમ્પ્લાયન્સના વિવિધ 10 ફેક્ટર્સની અગાઉના ફોર્મેટમાં નક્કી કરેલી ગણતરીઓના આધારે આ રેન્કિંગ જાહેર થયા છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.