તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિબેટીયન માર્કેટમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરતાં 8 ઝડપાયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ડુપ્લીકેટ કપડાના જથ્થા સાથે આઠને ઝડપી લીધા હતાં. - Divya Bhaskar
પોલીસે ડુપ્લીકેટ કપડાના જથ્થા સાથે આઠને ઝડપી લીધા હતાં.
  • પીસીબી પોલીસે 4.92 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપ્યાં

વડોદરાઃરાજમહેલ રોડ તિબેટીયન માર્કેટમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાંનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેથી રેડ કરીને 8 તિબેટીયનને PCB પોલીસે 4.92 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

બાતમીના આધારે રેડ
નેત્રીકા કન્સલટિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની તરફથી વડોદરા શહેરના રાજમહેલ રોડ ,તિબેટીયન માર્કેટની દુકાનોમાં તેઓની કંપનીના રેડીમેડ કપડાંની પ્રોડક્ટનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની માહિતી મળતા શહેર પી.સી.બી.એ સુપર ડ્રાય કંપનીના ફિલ્ડ એક્ઝિક્યુટિવ સની જૈનને સાથે રાખી તિબેટીયન માર્કેટમાં રેડ કરી હતી.જેમાં 9 દુકાનોમાંથી લીવાઈસ કંપની તેમજ સુપરડ્રાય કંપનીના ડુપ્લીકેટ માર્કા વાળા ટી-શર્ટ ,જાકેટ, પેન્ટ, શર્ટ મળી 312 નંગ મળી આવ્યા હતા.જે બનાવ સંદર્ભે પીસીબી પોલીસે 8 તીબેટીયનો ની અટકાયત કરી 4,92,500 રૂપિયાનો  મુદ્દામાલ રાવપુરા પોલીસ મથકને હવાલે કરતા રાવપુરા પોલીસે તેઓ વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધાવાની તજવીજ હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો