તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara Police Arrest 1 Person Who Selling Chinese Tukkal And Seize 25 Pieces Of Tukkals

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા પોલીસે ચાઇનીઝ તુક્કલ વેચતા 1 વ્યક્તિની ધરપકડ કરી 25 તુક્કલ જપ્ત કર્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાઇનીઝ તુક્કલ વેચનાર આરોપીની તસવીર - Divya Bhaskar
ચાઇનીઝ તુક્કલ વેચનાર આરોપીની તસવીર
  • પોલીસે 625ની કિંમતના કુલ 25 નંગ ચાઇનીઝ તુક્કલ જપ્ત

વડોદરાઃ પોલીસે ચાઇનીઝ તુક્કલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઉત્તરાયણને લઇને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ કરવામાં આવે છે. મહત્વનું છે કે, સરકારે ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ન કરવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્યારે પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ એકની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 625ની કિંમતના કુલ 25 નંગ ચાઇનીઝ તુક્કલ જપ્ત કર્યાં છે.

આરોપીનું નામઃ કેતુલ બીમલભાઈ શાહ

જાયન્ટ શિપમાં ચાઈનાથી માલ ભારત સુધી મોકલવામાં આવે છે
પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ અને દોરી ચાઈનાથી ભારત અને ત્યાંથી રાજકોટ સુધી ઘૂસાડવા માટે ખાસ પ્રકારનું આખું એક નેટવર્ક ગોઠવાયું છે. 10 હજારથી લઇને 30 હજાર કન્ટેનર ભરાઈ તેવા જાયન્ટ શિપમાં ચાઈનાથી માલ ભારત સુધી મોકલવામાં આવે છે. બલ્કમાં માલ એટલે મોકલવામાં આવે છે કે, બધાની તપાસ ન થાય.ચાઈનાથી આવતો માલ કોલકાતા, મુંદ્રા, પીપાવાવ પોર્ટ પર અથવા તો મુંબઈ,દિલ્હી, કોલકાતા,ચેન્નાઈ, બેંગ્લોર એરપોર્ટ પર બધા કન્ટેનર ઉતરે છે. પોર્ટ પર કે એરપોર્ટ પર કન્ટેનર અટકે નહીં તે માટે બિલ પર ચાઇનીઝ દોરાને કોટનનો દોરો અને તુક્કલને કાપડ તરીકે બતાવવામાં આવે છે. સ્કેનિંગમાં આસાનીથી ન દેખાઈ અને પ્રત્યક્ષ રીતે જોવા પર કોઈને શંકા ન જાય તેથી તુક્કલને પહેલા કોથળી કે પ્લાસ્ટિકના રેપરમાં પેકિંગ કરવામાં આવે છે.

તુક્કલ એક પ્રકારનું યલો કલરનું મુલાયમ કાપડ જ લાગે છે
પેકિંગ કર્યા બાદ તુક્કલ એક પ્રકારનું યલો કલરનું મુલાયમ કાપડ જ લાગે છે. જેથી કોઈ હાથમાં લે તો તેને કાપડ સમજીને જવા દેવામાં આવે. પોર્ટ પરથી માલ આવ્યા બાદ તે હવાઈ માર્ગે, દરિયાઈ,રેલવે માર્ગે કે અથવા તો રોડ મારફતે રાજકોટ સુધી પહોંચે છે. સામાન્ય રીતે રેલવે અથવા તો રોડનો વધુ વપરાશ થાય છે, પણ જો બજારમાં ડિમાન્ડ વધુ હોય કે તેજી હોય તો હવાઈ માર્ગે પણ બધો માલ તાત્કાલિક રાજકોટ સુધી પહોંચાડવામાં આવે છે.

આખા દેશમાં ખાસ કરીને ગુજરાતમાં બધો માલ આવે છે
દેશના હવાઈ મથક અને બંદર મારફતે જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુક્કલને ઘૂસાડવામાં આવે છે. જેમાં હવાઈ માર્ગમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા,ચેન્નાઈ અને બેંગ્લોર મુખ્ય મથક મનાઈ છે અને દરિયાઈ માર્ગમાં કોલકાતા,મુંદ્રા, પીપાવાવ પોર્ટ પર જ ચાઈનીઝ દોરા અને તુક્કલના શિપ ઉતરે છે. અહીં માલ ઉતર્યા બાદ આખા દેશમાં ખાસ કરીને ગુજરાતમાં બધો માલ આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો