પાદરાના યુવાને દેશ વિરોધી વીડિયો બનાવી વાયરલ કર્યો, ત્રણ યુવાનોની અટકાયત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી યુવક - Divya Bhaskar
આરોપી યુવક

વડોદરા: પાદરાના યુવાને દેશ વિરોધી વીડિયો બનાવી વાયરલ કરતા પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. વીડિયોમાં એક યુવક ધાર્મિક લાગણી દુભાય તેવી તેમજ મહિલાઓ પ્રત્યે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો નજરે પડે છે. આ વીડિયો વાયરલ થતાં પાદરા પોલીસે ત્રણ યુવાનોની કરી અટકાયત કરી પૂછપરછ હાથધરી છે. આ યુવાનો પાદરાના રણુ ગામના રહેવાસી અને લઘુમતિ કોમના હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં યુવક ત્યા સુધી બોલે છે કે ભારતને પાકિસ્તાન બનાવી દઇશું.