તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાઃ રાજ્યના 33 જિલ્લાઓમાં થતી પ્રજાલક્ષી કામગીરીની અસરકારકતા અને ગતિશીલતાનું સતત મોનિટરિંગ કરતા સીએમ ડેશબોર્ડ પર વડોદરા જિલ્લાએ પરફેક્ટ 100નો સ્કોર નોંધાવ્યો છે અને સુશાસન અને સક્ષમ વહીવટના પ્રણેતા રાજવી સર સયાજીરાવ ગાયકવાડને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. સીએમ ડેશબોર્ડમાં વડોદરા જિલ્લા માટે 55 કી પરફોર્મન્સ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા કલેક્ટરના નેતૃત્વ અને સતત માર્ગદર્શન હેઠળ બુધવારે આ તમામ કેપિઆઈમાં 100નો સ્કોર હાંસલ કરી વડોદરા જિલ્લો રાજ્યના 33 જિલ્લાઓમાં ટોચના સ્થાને પહોંચ્યો છે.
55 સુચકાંકોમાં કલેક્ટરના સીધા વહીવટ હેઠળના મહેસૂલ કે પુરવઠા જેવા વિભાગો ઉપરાંત સમાજ સુરક્ષા, સમાજ કલ્યાણ, સિંચાઈ, આરોગ્ય સહિતના અન્ય ખાતાઓની કામગીરીને લગતા ઇન્ડેક્સ છે, એટલે જિલ્લા કલેક્ટરે આ તમામ ખાતાઓ દ્વારા ગતિશીલ અને ગુણવત્તાભરી કામગીરી સતત થાય એનું મોનીટરીંગ કરવાની સાથે સંકલિત માર્ગદર્શન આપવાનું હોય છે. નિવાસી અધિક કલેક્ટરના નેતૃત્વ હેઠળની ટીમ કામગીરીનું સતત મોનિટરિંગ કરી સંબંધિત વિભાગોને બહેતર કામગીરીના દિશા નિર્દેશો આપે છે. જિલ્લા કલેકટર જિલ્લાની કામગીરીના સીએમ ડેશબોર્ડના નિર્ધારિત સુચકાંકો પ્રમાણે દૈનિક સમીક્ષા કરે છે. વડોદરાને 55 પૈકી 26માં એ પ્લસ અને 29માં એ ગ્રેડ મળ્યો છે. આ કે.પી.આઈ.માં બી અને સી ગ્રેડ પણ આપવામાં આવે છે. પરંતુ વડોદરા જિલ્લાને એકપણ કેપિઆઈમાં આ હાલમાં નીચલો ગ્રેડ મળ્યો નથી.
વડોદરા જિલ્લા માટે નિર્ધારિત સુચકંકોમાં અપીલ અને રિવિઝનના કેસોનો નિકાલ, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધ યોજનાના લક્ષ્યાંકો, 108 સેવાનો રિસ્પોન્સ ટાઈમ, બાળ શ્રમિકોની શોધ અને મુક્તિ, વાજપેયી બેંકેબલ યોજના હેઠળ સિદ્ધિઓ, કાયદો અને વ્યવસ્થા, આઈઓરા હેઠળની કામગીરીઓ, ગૃહ વિભાગને લગતી કામગીરી, વિવિધ વિભાગોની લોક કલ્યાણ યોજનાઓનું લક્ષ્યાંક આધારિત અમલીકરણ, વિવિધ દાખલાઓ આપવાની કામગીરી, ગ્રીન ચેનલ અને યલો ચેનલ હેઠળ અરજીઓનો નિકાલ, એનેફેસે હેઠળની કામગીરી, રેશન કાર્ડસ અને પુરવઠા વિષયક કામગીરી સહિતની હોરિઝોનટલ અને વ્યાપક બાબતોનો સમાવેશ થાય છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.