તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં પવનનો સાથ મળી રહેતા રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ ગયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉતરાયણમાં પવનની ગતિ યોગ્ય રહેતા પતંગરસિયાઓનો ઉત્સાહ બેવડાયો હતો. - Divya Bhaskar
ઉતરાયણમાં પવનની ગતિ યોગ્ય રહેતા પતંગરસિયાઓનો ઉત્સાહ બેવડાયો હતો.
 • ગાંધીનગર ગૃહ ખાતે જીવદયા સંસ્થા દ્વારા પક્ષીઓની સારવાર શરૂ કરવામાં આવી
 • વિવિધ વિસ્તારોમાં પક્ષીઓને બચાવવા જીવદયા સંસ્થાઓની મોબાઇલ હોસ્પિટલ મુકાઇ

વડોદરાઃએ કાટા..લપેટ..ની ગગનભેદી ચીસો અને સંગીતના તાલ સાથે ઉત્સવ પ્રિય વડોદરા નગરીના અદકેરા ઉત્સવ મકરસંક્રાતની શહેરીજનો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વાયુદેવતાએ સવારથી જ સાથે આપતા આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ ગયું હતું. તો બીજી બાજુ અનેક પક્ષીઓ માટે પતંગના દોરા કાળમુખા પુરવાર થયા હતા.

ડીજેના તાલે પતંગોત્સવ
નાના બાળકોથી અબાલવૃધ્ધોના અદકેરા ઉત્સવ ઉત્તરાયણને પર્વને મનાવવા માટે શહેરીજનોમાં અનેરો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ અવકાશી પતંગ યુધ્ધ ખેલવા માટે નાના બાળકો, યુવાનો, યુવતીઓ તેમજ મોટા લોકો ટેરેસો ઉપર પહોંચી ગયા હતા. સવારથી જ ટેરેસોમાંથી એ કાટા..લપેટ..ની ચિચિયારીઓ શરૂ થઇ ગઇ હતી. તો બીજી બાજુ નીત-નવા ગીતોના તાલે યુવાધન ઝૂમતું જોવા મળ્યું હતું. આ વખતે સવારથીજ પવન સાનુકુળ રહેતા પતંગબાજોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. અને મનમુકીને પતંગો ઉડાવતા જોવા મળ્યા હતા.

ટેરેસ હાઉસફૂલ
ઉત્તરાયણ પર્વને પગલે બારેમાસ વાહનોથી ધમધમતા માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. જ્યારે ટેરેસો હાઉસફૂલ રહ્યા હતા. અવકાશી યુધ્ધ ખેલવામાં વ્યસ્ત પતંગબાજોએ ટેરેસ ઉપર જ ઉંધીયા-જલેબીની જયાફત માણી હતી. આ સાથે તલસાંકળી, શેરડી, બોર, ચિક્કીની પણ મોજ માણી હતી. નાના બાળકોએ ગેસથી ભરેલા બલુનો આકાશમાં છોડીને આનંદ માણ્યો હતો. સમગ્ર શહેર એ કાટા..લપેટ..ની ગગનભેદી ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું.

જીવદયા પ્રેમીઓ ખડેપગે
આકાશમાં વિહરતા પક્ષીઓ માટે યમદૂત સમા પતંગ દોરાથી બપોર સુધીમાં 157 જેટલા પક્ષીઓને ઘાયલ કર્યા હતા. ધારદાર દોરાથી ગંભીર ઇજા પામેલા કબુતર, કોયલ, સમડી, જેવા 15 પક્ષીઓના મોત નીપજ્યાં હતા. પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ઉત્તરાયણના શોખને બાજુ ઉપર મુકી જીવદયા સંસ્થાઓની ટીમો પક્ષીઓ બચાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઇલ એમ્બ્યુલન્સ માટે તૈનાત થઇ ગઇ હતી. જીવદયા સંસ્થાઓ બે દિવસ સુધી પતંગ-દારોથી ઘાયલ પક્ષીઓ માટે ખડેપગે સેવા આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો