તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Vadodara Company Blast Case, Injured's Family Face Problems To Survive

કંપનીમાં બ્લાસ્ટ થતાં યુવકનો પગ કપાયો, પિતા પણ વિકલાંગ; અન્ય ઘાયલની પત્ની કફોડી હાલતમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘાયલની પત્ની ઉર્મિલાબહેન પઢીયારે કહ્યુ-હું મહિને દસ હજાર હપ્તો કેવી રીતે ભરીશ
  • હું વિકલાંગ છું મારો એકનો એક પુત્ર પણ અપંગ થઇ ગયો હવે ઘર કેવી રીતે ચાલશે: પરસોત્તમભાઇ નાયકે
  • કંપનીએ મૃતકોના પરિવારને રૂપિયા 21 લાખ સહાય કરી છે
  • ઇજાગ્રસ્તો સહાયની રાહ જોઇને બેઠા છે, પરિવારની કફોડી હાલત

જીતુ પંડ્યા, વડોદરા: મેં હજુ મારા પતિનું મોંઢુ જોયું નથી. મારા પતિનું કયું અંગ કપાયું છે. તેની મને ખબર નથી. કેવી હાલત છે. તે પણ ખબર નથી. અમારા પરિવારના આઠ સભ્યોનું ગુજરાન કેવી રીતે ચાલશે. તેની મને ચિંતા છે. હજું કંપની દ્વારા કોઇ સહાય આપવામાં આવી નથી. આ વલોપાત એમ્સ ઓક્સિજન કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં ગંભીર ઇજા પામેલા સંજય પઢીયારની પત્નીનો છે.સંજય પઢીયારની પત્ની ઉર્મિલાબહેન પોતાની કફોડી સ્થિતિ જાણાવતા  ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
મારા પતિ સંજયની હાલત કેવી છે તેની મને ખબર નથી: ઉર્મિલાબહેન 
ઉર્મિલાબહેન પઢીયારે ચોંધાર આંસુએ રડતા જણાવ્યું હતું કે, મારા પતિ છેલ્લા આઠ વર્ષથી એમ્સ ઓક્સિજન કંપનીમાં નોકરી કરે છે. મારા પતિ સંજયની હાલત કેવી છે તેની મને ખબર નથી. મારી બે દીકરીઓ સહિત પરિવારના આઠ સભ્યોનું ગુજરાન સંજય ચલાવે છે. હવે તેનું એક અંગ કપાઇ ગયું છે. મારા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે તેની મને ચિંતા છે. હું મહિને દસ હજાર હપ્તો કેવી રીતે ભરીશ. મને કંઇ સમજ પડતી નથી. અમોને કંપની તરફથી સહાય મળે અને કંપનીના માલિકોની વહેલીતકે ધરપકડ થાય, તેમ હું ઇચ્છું છું. 
હું પણ વિકલાંગ છું, મારા પુત્રનું પણ એક અંગ કપાઇ ગયું:પરસોત્તમભાઇ

પરસોત્તમભાઇ નાયકે જણાવ્યું કે, વિનોદ મારો એકનો એક પુત્ર છે. કંપનીમાં તે પાંચ વર્ષથી નોકરી કરે છે. તેના ઉપર પરિવારના પાંચ સભ્યોનું ગુજરાન ચાલે છે. હું પણ વિકલાંગ છું. મારા પુત્રનું પણ એક અંગ કપાઇ ગયું છે. હજુ સુધી કંપની દ્વારા ઇજાગ્રસ્તો માટે સહાયની કોઇ વાત કરવામાં આવી નથી. કંપનીમાંથી પણ હજુ સુધી કોઇ જવાબદાર વ્યક્તિઓ અમોને મળવા આવ્યા નથી. કંપનીના માલિકોને કડકમાં કડક સજા થાય તેવી મારી માંગણી છે. 
ઇજાગ્રસ્તોને હજુ સુધી સહાય ચૂકવવામાં આવી નથી
ઉલ્લેખનિય છે કે, બ્લાસ્ટમાં મોતને ભેટેલા બે કર્મચારી સહિત છ વ્યક્તિઓના પરિવારજનોએ સહાય માટે લડત આપતા કંપની દ્વારા જેતે સમયે વિવાદ ટાળવા માટે દરેક મૃતકના પરિવારને રૂપિયા 21 લાખની જાહેરાત કરીને તત્કાલ ચેક આપી દેવામાં આવ્યા હતા. પરંતુ, ઇજાગ્રસ્તોને હજુ સુધી સહાય ચૂકવવામાં આવી નથી. તમામ ચાર ઇજાગ્રસ્તોને વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ચાર ઇજાગ્રસ્તો પૈકી ત્રણ વ્યક્તિ કંપનીના કર્મચારી છે. અને એક વ્યક્તિ કંપનીમાં સિલીન્ડર રિફીલીંગ કરાવવા માટે આવ્યો હતો. અને તે દાઝી ગયો છે. ઇજાગ્રસ્તોના પરિવારજનોને ઘરનું ગુજરાન ચલાવવું હવે મુશ્કેલ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો