બેદરકારી / ભાયલીની બ્રાઇટ સ્કૂલમાં ચાલુ ક્લાસે બંધ પંખો પડ્યો, વિદ્યાર્થીને માથે 8 ટાંકા આવ્યા

વાસણા-ભાઇલી રોડ પર આવેલી બ્રાઇટ ડે સ્કૂલમાં પંખો તૂટ્યો તે જગ્યા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થી
Two students injured in fan fall in Class 3 class at Bright School in Vadodara

  • જે ક્લાસમાં પંખો પડ્યો તે ત્રીજા ધોરણમાં વર્ષે 40 હજાર ફી વસૂલાય છે પણ વિદ્યાર્થીઓની સલામતીના નામે મીડું
  • પંખામાં અવાજ આવતો હોવાની બે દવિસ અગાઉની ફરિયાદ ગંભીરતાથી ન લીધી અને ઘટના બની

Divyabhaskar.com

Feb 14, 2020, 04:13 AM IST

વડોદરાઃ શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલી બ્રાઇટ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. બુધવારે બપોરે 12.30 વાગ્યે બ્રાઇટ સ્કૂલમાં સીબીએસઇ ધો-3ના એફ ક્લાસમાં ચાલુ ક્લાસ દરમિયાન અચાનક જ પંખો વિદ્યાર્થીઓ ઉપર પડ્યો હતો. જેમાં ગુણેશ નિલેશભાઇ ચિતાલીયા નામનો વિદ્યાર્થીના માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેને આઠ ટાંકા આવ્યા હતા. 40 હજાર ફી લેતા હોવા છતાં વિદ્યાર્થીઓની કોઇ સલામતી નથી. જ્યારે એક વિદ્યાર્થનિીને સામાન્ય ઇજા થઇ હતી. જેથી બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરા શહેરની બ્રાઇટ ડે સ્કૂલમાં તગડી ફી વસૂલ કરવામાં આવે છે, તેમ છતાં સ્કૂલમાં યોગ્ય સુવિધાઓ અપાતી નથી. પંખાનું સમયસર મેઇન્ટનન્સ ન કરાતુ હોવાથી ચાલુ ક્લાસમાં પંખો તૂટીને નીચે પડ્યો હતો. ત્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. બ્રાઇટ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઉપર પંખો પડવાની ઘટનાને પગલે વાલીઓ સ્કૂલમાં દોડી ગયા હતા. અને શાળા સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. દુર્ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો.

વાઇબ્રેશનને કારણે પંખાનો નીચેનો ભાગ તૂટી પડ્યો
શાળામાં આ ઘટના પછી ગુરૂવારે ભેગા થઈ ગયેલા વાલીઓમાં સ્કૂલના મેનેજમેન્ટ સામે ભારે રોષ જોવા મળ્યો હતો. કેટલાક વાલીઓ એવું કહેતા સંભળાયા હતા કે તોતીંગ ફી વસુલતી આ શાળા વિદ્યાર્થીઓની સલામતી બાબતે કેટલી બેદરકાર છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. આ તો સારૂ થયું કે પંખો બધ હતો જો પંખો ચાલુ હોત તો વિદ્યાર્થીને વધારે ઇજા થઈ હોત. નિલેશભાઈ ચિતાલીયા નામના વાલીએ જણાવ્યું હતું કે, ક્લાસરૂમમાં પંખા બરાબર ફિટીંગ કરેલા નહોતા. જેથી વાઇબ્રેશનને કારણે પંખાનો નીચેનો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં મારા દીકરા ઉપર પંખો પડતા તેને માથાના ભાગે 8 ટાંકા આવ્યા છે અને 60 એમ.એમ.નો કાપો પડી ગયો છે. સ્કૂલ સંચાલકોની બેદરકારીને કારણે મારા દીકરા પર પંખો પડ્યો હતો. પંખાનું લોકીંગ પણ બરાબર કરેલુ નહોતુ. આ ઘટનાના આગળના દવિસે જ બીજા ક્લાસના વિદ્યાર્થીઓ ફરિયાદ કરી હતી કે, પંખામાં અવાજ આવે છે, પરંતુ સંચાલકો અને શિક્ષકોએ ગંભીરતા લીધી નહોતી. સંચાલકો દ્વારા અમને એવુ કહ્યું છે કે, વાલીઓની કમિટી બનાવાશે અને કમિટી સ્કૂલમાં ઓડિટ કરશે.

વાલીઓની કમિટી બનાવાઇ, સ્કૂલનું ઓડિટ કરશે
બ્રાઇટ સીબીએસઇમાં ધોરણ 3 ના વિદ્યાર્થી પર પંખો પડી જવાની ઘટના બાદ વાલીઓનો આક્રોશ જોઇને સ્કૂલ સંચાલકોએ કમિટી બનાવી છે. આ કમિટી સ્કૂલના વાલીઓની હશે. વાલીઓ દ્વારા સમયાંતરે સ્કૂલમાં તમામ કલાસરૂમમાં ચેકીંગ હાથ ધરશે. વાલીઓમાં જે ટેક્નિકલી એક્ષપર્ટ હશે તેવા વાલીઓનો સમાવેશ કરવામાં આવશે અને તેઓ ઇલેક્ટ્રીકલ સહિતની વસ્તુઓનું ચેકીંગ કરશે. સ્કૂલ પોતાનું ઓડીટ કરે ત્યારપછી વાલીઓ પણ ઓડીટ કરશે. વાલીઓ પોતાના બાળકો માટે સ્કૂલ કેટલી સલામત છે તેની ચકાસણી કરશે.

ઘટના બની ત્યારે પંખો બંધ હતો, ચેકિંગ કરાવીશું
કેવી રીતે પંખો પડ્યો છે, તે ખબર પડી નથી. અમે સ્કૂલના તમામ પંખાઓ ચેક કરાવવાનું શરૂ કરી દીધું છે. પેરન્ટ્સની કમિટી બનાવી છે. તેમના દ્વારા સ્કૂલના રૂમોનુ ઓડિટ કરાવવામાં આવશે. - સૌમિલ શાહ, સંચાલક,બ્રાઇટ સ્કૂલ

નિષ્કાળજી બદલ સ્કૂલને કારણદર્શક નોટિસ અપાશે
પ્રાથમિક તપાસમાં સ્કૂલની નિષ્કાળજી જણાઇ છે. સ્કૂલને કારણદર્શક નોટિસ આપવામાં આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રિપોર્ટ કરવામાં આવશે. અમે સ્કૂલના જે રૂમમાં પંખો પડયો હતો તેની તપાસ કરી છે. કલાસમાં પંખા કાઢી લેવામાં આવ્યા છે. શાળા જિલ્લામાં આવતી હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તમામ માહિતી આપવામાં આવી છે. > શ્વેતાબેન પારધી , એજ્યુકેશન ઇન્સપેક્ટર

સ્કૂલની આવી બેદરકારી સામે પગલાં લેવાવાં જોઇએ
સ્કૂલની ગંભીર બેદરકારી છે. અવાર નવાર આ પ્રકારે સ્કૂલોમાં ઘટના બની રહી છે. બ્રાઇટ સીબીએસઇ ભાયલી યુનિટમાં જે ઘટના બની છે તે ગંભીર છે. સ્કૂલ સંચાલકોની બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીના માથા પર પંખો પડયો છે જે અતિ ગંભીર બાબત છે. સ્કૂલ સંચાલકો સામે પગલા ભરાવવા જોઇએ. વીપીએ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરીને પગલા ભરવાની માંગણી કરવામાં આવશે. > કિશોર પીલ્લાઇ, પ્રમુખ,વડોદરા પેરેન્ટસ એસોસીએશન

સ્કૂલની બેદરકારીને કારણે પંખો પડ્યોઃ વાલી
ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ગુણેશના પિતા નિલેશભાઇ ચિતાલીયાએ જણાવ્યું હતું કે, ક્લાસરૂમમાં પંખા બરાબર ફિટીંગ કરેલા નહોતા. જેથી વાઇબ્રેશનને કારણે પંખાનો નીચેનો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં મારા દીકરા ઉપર પંખો પડતા તેને માથાના ભાગે 8 ટાંકા આવ્યા છે અને 60 એમ.એમ.નો કાપો પડી ગયો છે. સ્કૂલ સંચાલકોની બેદરકારીને કારણે મારા દીકરા પર પંખો પડ્યો હતો. પંખાનું લોકીંગ પણ બરાબર કરેલુ નહોતુ. આ ઘટનાના આગળના દિવસે જ બીજા ક્લાસના વિદ્યાર્થીઓ ફરિયાદ કરી હતી કે, પંખામાં અવાજ આવે છે, પરંતુ સંચાલકો અને શિક્ષકોએ ગંભીરતા લીધી નહોતી. સંચાલકો દ્વારા અમને એવુ કહ્યું છે કે, વાલીઓની કમિટીની બનાવવામાં આવશે અને કમિટી સ્કૂલમાં ઓડિટ કરશે.
અમે સ્કૂલના તમામ પંખાઓ ચેક કરાવવાનું શરૂ કરી દીધું છે
બ્રાઇટ ડે સ્કૂલના એમ.ડી. શૌમિલ શાહે બચાવ કરતા જણાવ્યું હતું કે, પંખો બંધ હતો, ત્યારે આ ઘટના બની છે. કેવી રીતે પંખો પડ્યો છે, તે ખબર પડી નથી. અમે સ્કૂલના તમામ પંખાઓ ચેક કરાવવાનું શરૂ કરી દીધું છે. પેરન્ટ્સની કમિટી બનાવી છે. તેમના દ્વારા સ્કૂલના રૂમોનુ ઓડિટ કરાવવામાં આવશે.

X
Two students injured in fan fall in Class 3 class at Bright School in Vadodara
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી