તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિરમાની વિસ્તારમાં બે માળનું મકાન પડ્યું, કોઠિયા ગામે દિવાલ પડતાં ભેંસનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી માહોલમાં લાલ બજાર હાજીપીર કિરમાની વિસ્તારમાં મકાન પડ્યું
  • નદીમાં આવેલા પૂરના કારણે ગામમાં મકાનોના પાયામાં મોટા પાયે ધોવાણ

વડોદરાઃકરજણ તાલુકામાં નર્મદા કિનારે આવેલા કોઠીયા ગામ એક મકાનની દિવાલ મકાનની ધરાશાયી થઇ ગઇ હતી. દિવાલ મકાનની અંદરની બાજુમાં પડવાને બદલે બાજુમાં આવેલા પશુઓના કોઢીયામાં પડતાં પરિવારનો આબાદ બચાવ થયો હતો. પરંતુ, પરિવારનું ગુજરાન ચલાવતી ભેંસનું મોત નીપજ્યું હતું.

દૂધાળા પશુનું મોત
મળેલી માહિતી પ્રમાણે તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે કિનારે આવેલા ગામોને ભારે નુકશાન થયું છે. પૂરના પાણીના કારણે મકાનોના પાયાઓમાં પણ ભારે ધોવાણ થયું છે. ત્યારે કોઠીયા ગામમાં નદી કિનારે રહેતા વિક્રમભાઇ પટેલના મકાનની દિવાલ પડતાં મકાનની દિવાલ ધરાશયી થઇ ગઇ હતી. દિવાલ ઘરની અંદરની બાજુમાં પડવાને બદલે બાજુમાં દૂધાળા પશુઓ માટે બનાવેલા કોઢીયા ઉપર પડી હતી. મકાનની દિવાલ પડતા પરિવારને કોઇ ઇજા થઇ નથી. પરંતુ, દૂધાળા પશુઓ પૈકી એક ભેંસનું મોત નીપજ્યું હતું.

બે જવાનો ઈજાગ્રસ્ત
વરસાદી માહોલમાં લાલ બજાર હાજીપીર કિરમાની વિસ્તારમાં બે માળનું મકાન ધરાશાયી થયું હતું. સ્થળ ઉપર પહોંચેલી ફાયરની ટિમ ઉપર દીવાલ ધરાશાયી થઈ હતી.  બે જવાનો ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...