• Gujarati News
  • National
  • Two Accused Were Taken To Ahmedabad Civil Hospital For A Potency Test In Vadodara Navlakhi Rape Case

દુષ્કર્મી કિશનનો અમદાવાદ સિવિલમાં સીમેન ટેસ્ટ કરવામાં આવ્યો, તબીબોએ રિપોર્ટ બંધ કવરમાં સોંપ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિશન માથાસુરીયાનો બાકી રહેલ સિમેન્સ ટેસ્ટ ઉપરાંત કિશન અને જશો સોલંકીના પોટેન્સી ટેસ્ટ કરાવાશે - Divya Bhaskar
કિશન માથાસુરીયાનો બાકી રહેલ સિમેન્સ ટેસ્ટ ઉપરાંત કિશન અને જશો સોલંકીના પોટેન્સી ટેસ્ટ કરાવાશે
  • કોર્ટે બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે
  • બંનેની મેડિકલ તપાસ માટે 5 કલાક જેટલો સમય લાગ્યો
  • તબીબોએ કિશન અને જશાના મેડિકલ રિપોર્ટ બંધ કવરમાં આપ્યા

વડોદરાઃ શહેરના નવલખી મેદાનમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર બે આરોપીઓના પોટેન્સી ટેસ્ટ સહિત અન્ય મેડિકલ ટેસ્ટ માટે  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. નોંધનીય છે કે, બે આરોપી પૈકી એક આરોપી વડોદરા સયાજી હોસ્પિટલમાં સિમેન્સ ટેસ્ટ પણ આપી શક્યો ન હતો.

નોક્ચર્નેલ પીનાઇલ ટ્યુમિશન ટેસ્ટ કર્યાં
નવલખી ગેંગરેપના દુષ્કર્મીઓએ કિશન માથાસુરિયા અને જશા સોલંકીના 8 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ એસીપી ક્રાઇમ ચૌહાણે મંગળવારે નવલખીમાં સમગ્ર ગુનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.  સગીરાનું અપહરણ કરી જે જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ કર્યું અને જ્યાંથી બહાર નીકળી ગયા તે સમગ્ર વિસ્તારમાં બંનેને લઇને વિગતો મેળવી હતી. બુધવારે ક્રાઇમ બ્રાન્ચ બંનેને પૌરુષત્વ માટેના નોક્ચર્નેલ પીનાઇલ ટ્યુમિશન (એનપીટી) ટેસ્ટ કરવા અમદાવાદ સિવિલમાં લઇ ગઇ હતી. જોકે આ ટેસ્ટ માટે મશીનના અભાવે કિશન માથાસુરિયાનું સીમેન લેવાયું હતું. તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવા તજવીજ કરાઇ છે. અગાઉ સયાજી હોસ્પિટલમાં જસા સોલંકીનું સીમેન લેવામાં આવ્યું હતું. બંનેની મેડિકલ તપાસ માટે  5 કલાક જેટલો સમય લાગ્યો હતો. તબીબોએ મેડિકલ રિપોર્ટ બંધ કવરમાં આપ્યા હતાં. પોલીસે ઘટના સંદર્ભે નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.

ગત રોજ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું
આજે ક્રાઇમ બ્રાંચ દ્વારા કિશન માથાસુરીયાનો બાકી રહેલ સિમેન્સ ટેસ્ટ ઉપરાંત કિશન અને જશો સોલંકીના પોટેન્સી ટેસ્ટ સહિત અન્ય મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદ સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા. વડોદરાથી તેઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદ સિવિલમાં લઇ જવાયા હતા. નોંધનીય છે કે, મંગળવારે બપોરે બંને આરોપીઓ પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...