તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Twenty Thousand Candle Lamps Were Prepared By The 20 Divyang Children Of The Spandan School For The Diwali Festival.

દિવાળીના તહેવાર માટે સ્પંદન સ્કુલના 20 દિવ્યાંગ બાળકો દ્વારા 20 હજાર મીણના દીવડા તૈયાર કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
20 હજાર દીવડાં દિવ્યાંગોએ બનાવ્યાં, તેમાંથી મળતી રકમ તેમને સ્ટાઇપેન્ડ પેટે ચૂકવાશે - Divya Bhaskar
20 હજાર દીવડાં દિવ્યાંગોએ બનાવ્યાં, તેમાંથી મળતી રકમ તેમને સ્ટાઇપેન્ડ પેટે ચૂકવાશે
  • દીવડા તૈયાર કરવા માટે તહેવારના ચાર મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરાય છે

વડોદરાઃ દિવાળીમાં રોશની કરવા માટે સ્પંદન સ્કુલના દિવ્યાંગ બાળકો દ્વારા 20 હજાર મીણના દીવડા તૈયાર કરવામાં આવ્યા છે. દીવડા તૈયાર કરવા માટે દિવાળીના ચાર માસ પહેલા સંસ્થા દ્વારા પુર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ટ્રસ્ટી સંગીતા શેઠે જણાવ્યું કે, દિવ્યાંગ બા‌ળકોને મીણના દીવડા, મીણબત્તી તથા ફાઇલ બનાવવાની તાલીમ આપીને સંસ્થા દ્વારા તેમને પગભર કરવા માટે સંસ્થા વર્ષભર કામ કરે છે.

450 કિલો વેક્સમાંથી 20 હજાર દીવડાં તૈયાર
સ્પંદનના વી.પી ભરત દેસાઇએ વધુમાં જણાવ્યું કે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ વર્ષે દિવાળીમાં રોશની કરવા માટે 20 હજાર મીણના દીવડા તૈયાર કરવામાં આવ્યા છે. દિવાળી ટાણે દીવડા તૈયાર થાય તે માટેની પુર્વ તૈયારી જુન માસથી શરૂ કરી દેવામાં આવી હતી. ચાલુ વર્ષે 450 કિલો વેક્સ માંથી 20 દિવ્યાંગો દ્વારા 20 હજારથી વધારે દીવડા તૈયાર કરાયા છે. પતરાની ડબ્બીમાં તૈયાર કરાયેલા દીવડામાં ત્રણ ફુલોની સુગંઘ પણ ઉમેરવામાં આવી છે. હાલ સંસ્થામાં 68 દિવ્યાંગ છોકરા-છોકરીઓ તાલીમ મેળવી દીવડા અને ફાઇલ બનાવવાની કામગીરીમાં જાડાયેલા છે.

ક્ષમતા વિકસાવી પગભર થવા માટે તાલીમ અપાય
સ્પંદનના ટ્રસ્ટી સંગીતા શેઠે જણાવ્યું કે, બાળક સ્કુલમાં દાખલ થાય ત્યાર થી તેની ક્ષમતા ચકાસીને તેને વિકસાવવા માટેની દિશામાં તેને તાલીમ અપાય છે. અગાઉ શાળામાં ભણી ચુકેલા વિદ્યાર્થીઓ વોકેશનલ સેન્ટરમાં જોડાયેલા છે. બાળકોને પગભર કરવા માટે સંસ્થા વર્ષભર કામ કરે છે.

નાણાં દિવ્યાંગને સ્ટાયપેન્ડ પેટે ચૂકવાય છે
દિવ્યાંગ બાળકોને પગભર કરવા માટે સંસ્થામાં વોકેશનલ ટ્રેઇનીંગ સેન્ટરમાં તાલીમ અપાય છે. તેના વેચાણમાંથી ભેગું થયેલું ભંડોળ દિવ્યાંગોને સ્ટાયપેન્ડ પેટે ચુકવવામાં આવે છે.