તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવાંટના મધ્યમાં આવેલા ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક ટ્રાન્સપોર્ટ વાળાએ ગાડી માર્ગ વચ્ચે ઉભી રાખતા ટ્રાફિક જામ થવા પામ્યો. - Divya Bhaskar
એક ટ્રાન્સપોર્ટ વાળાએ ગાડી માર્ગ વચ્ચે ઉભી રાખતા ટ્રાફિક જામ થવા પામ્યો.
  • CCTV કેમેરામાં પોલીસ દ્વારા જોઈને કામગીરી કરવામાં આવે તેવી માગ

કવાંટ: કવાંટ નગરમાં હાલ વધુ કરેલ દબાણોને લઈને પ્રાંત અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઓટલા જે સરકારી જમીનમાં બનાવેલા છે તેને તોડવાનો આદેશ કર્યો છે. જ્યારે આ દબાણો દૂર કરી નગરમાં એસટી બસની અવર જવર થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેવે સમયે નગરમાં માલ સામાન લઈને આવતી ટ્રાન્સપોર્ટની ગાડીઓ મુખ્ય માર્ગમાં ઉભી રાખી દુકાને દુકાને ગાડી ઉભી રાખી માલની ડિલિવરી આપે છે.

ટ્રાન્સપોર્ટ વાળાએ ગાડી માર્ગ વચ્ચે ઉભી રાખતા ટ્રાફિક જામ થવા પામ્યો
જેને લઈને નગરની મધ્યમાં એક ટ્રાન્સપોર્ટ વાળાએ ગાડી માર્ગ વચ્ચે ઉભી રાખતા ટ્રાફિક જામ થવા પામ્યો હતો. જે જોઈ નગરના જાગૃત નાગરિકે પોલીસ મથકમાં લાગેલા CCTV જોવા કહેતા. જે CCTVમાં ટ્રાન્સપોર્ટની ગાડી પકડી પોલીસ મથકે લઈ ગયા હતા. આ જે રસ્તા ઉપર ગાડી ઉભી હતી તે મુખ્ય માર્ગમાં કેટલાક નફ્ફટ વેપારીઓ દ્વારા રોજબરોજ ગાડી ઉભી કરી દઈ માલ ખાલી કરવાની અને ભરવાની કામગીરી થાય છે. જે આગામી દિવસોમા નગરમાં લાગેલા CCTV કેમેરામાં પોલીસ દ્વારા જોઈને કામગીરી કરવામાં આવે તેવી નગરની પ્રજાની માગ ઉઠવા પામી છે

અન્ય સમાચારો પણ છે...