પંચમહાલ / રણજીતનગર પાસે બે બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવાનના મોત, એક બાઇક સળગીને ખાખ

Three youths death in accident between two bikes near ghoghmba
Three youths death in accident between two bikes near ghoghmba

  • ઘોઘંબા પાસે થયેલા અકસ્માતમાં બે યુવાનના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા
  • બે યુવાનોને ગંભીર હાલતમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા, એકનું સારવાર દરમિયાન મોત

Divyabhaskar.com

Feb 14, 2020, 06:53 PM IST
પંચમહાલઃ ઘોઘંબાના રણજીતનગર પાસે બે બાઇકો વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. આ અંગે ઘોઘંબા પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એક યુવાનનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
હાલોલના યુવાનો લગ્ન પ્રસંગ પતાવીને ઘોઘંબાથી હાલોલ તરફ પોતાની બાઇક પર જઇ રહ્યા હતા, ત્યારે જીએફએલ કંપની પાસે રણજીતનગર તરફથી આવતી અન્ય એક બાઇક સામસામે અથડાતા એક બાઇક સગળગી ઉઠી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ બે યુવાનના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે યુવકોને વધુ ઇજાઓ થતા સારવાર માટે વડોદરા એસએસજીમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ એક યુવકનું મોત નીપજ્યુ હતુ. ત્રણ યુવકોના મોત થતા ઘોઘંબા પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ હતી. જ્યારે અન્ય એક યુવક હાલ સયાજી હોસ્પિટલમા નાજુક હાલતમાં છે. અંગે ઘોઘંબા પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
X
Three youths death in accident between two bikes near ghoghmba
Three youths death in accident between two bikes near ghoghmba
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી