વડોદરા / ઘુવડ લાખો-કરોડોનો વરસાદ કરશે તેમ કહેનારા ત્રણ તાંત્રિક  ઝડપાયા  

Three tantric arrested with owl near Vadodara

  • દિવાળીથી આરોપીઓને શોધતાં વનવિભાગે રવિવારે સફળ ટ્રેપ ગોઠવી 
  • સાવલી તાલુકાના ડુંગરીપુરા ગામેથી તાંત્રિક વિધિ કરેલું ઘુવડ કબજે લેવાયું 

Divyabhaskar.com

Nov 18, 2019, 04:00 AM IST
વડોદરા: સાવલી તાલુકાના ડુંગરીપુરા ગામે તાંત્રીક વિધિ કરેલા ઘુવડ સાથે એક વૃધ્ધ સહિત ત્રણ વ્યક્તિઓને વનવિભાગની ટીમે ટ્રેપ ગોઠવીને ઝડપી લીધા છે. દિવાળી પહેલાથી આરોપીઓ તાંત્રીક વિધી કરેલું ઘુવડ ‘લાખો-કરોડો રૂપીયાનો વરસાદ કરાવશે’ તેમ જણાવી વેચવા માટે ફરતા હતા. સાવલી રેંજના વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સાવલી તાલુકાના ડુંગરીપુરા ગામે તાંત્રીક વિધી કરેલા ઘુવડનું વેચાણ કરવા માટે કેટલાક વ્યક્તિઓ ફરી રહ્યાં હોવાનું ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાને માહીતી મળી હતી. જેથી સંસ્થા દ્વારા આ વ્યક્તિઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. દિવાળીના તહેવાર સમયે સાવલી તાલુકાના ડુંગરીપુરા ગામના વ્યક્તિઓ મંજુસર ગામના સ્મશાનમાં તાંત્રીક વિધી કરવાના હોવાની જાણ થતા સંસ્થાના માણસો સ્મશાનમાં પહોચતા માણસો મળ્યાં ન હતાં. દિવાળી બાદથી જ સંસ્થાના કાર્યકર્તાઓ ઘુવડ સાથે ફરતા વ્યક્તિઓને શોધખોળ ચાલુ રાખી હતી. આ દરમિયાન શનિવારના રોજ આ વ્યક્તિઓનો સંપર્ક સંસ્થા સાથે થયો હતો. અને તાંત્રીક વિધિ કરેલા ઘુવડનો રૂ.4 લાખમાં સોદો નક્કી થયો હતો.
જ્યારે રવિવારના રોજ ઘુવડની ડિલીવરી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા આ અંગે વડોદરા વનવિભાગના અધિકારીને આ અંગે જાણ કરી હતી. જેથી વનવિભાગના આરએફઓ કિંજલબેન જોષીએ ડુંગરીપુરા ગામ નજીક આવેલા દિવેલીયાના ખેતરમાં છટકું ગોઠવ્યું હતું. થોડા સમય બાદ એક વૃધ્ધ સહિત ચાર વ્યક્તિઓ પગ બાંધેલી હાલતમાં ઘુવડ થેલીમાં લઈને પહોચ્યા હતાં. સંસ્થાના રમેશભાઈ સાથે સોદો થયા મુજબ આરોપીઓએ રૂ.4 લાખની માંગણી કરી હતી. રમેશભાઈએ ચિલ્ડ્રન બેંકની નોટો બતાવતા ચારેય લોકોએ રૂપીયા લઈને ઘુવડ આપવાની તૈયારી કરતા હતા,તે સમયે ફોરેસ્ટની ટીમે ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટે આવતા એક આરોપી ભાગી ગયો હતો. જ્યારે પર્વતસિંહ લક્ષ્મણસિંહ પરમાર,ભરતભાઈ કાળુભાઈ પરમાર અને કમલેસભાઈ જાદવ ઝડપાઈ ગયા હતા. જ્યારે વડોદરા રહેતો રાજુ નામનો વ્યક્તિ ફરાર થઈ ગયો હતો.
X
Three tantric arrested with owl near Vadodara

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી