તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાઃ પાદરાના ગવાસદ ગામે એઇમ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.માં શનિવારે થયેલા બ્લાસ્ટમાં 6 કર્મચારી મૃત્યુ પામવાની અને 8 કર્મચારી ઘાયલ થવાની કરુણાંતિકામાં વડુ પોલીસે કંપનીના એક ડાયરેક્ટર અને બે કર્મચારી સહિત ત્રણની ધરપકડ કરી હતી. જ્યારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પાદરા તાલુકાના ગવાસદ ગામે આવેલી એઇમ્સ કંપનીમાં હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા ગેસનું રીફિલિંગ થતું હતું. જ્યાં શનિવારે સવારે 11 વાગે અચાનક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં કામ કરી રહેલા કર્મચારીઓ પૈકી 6નાં મોત થયાં હતાં. જ્યારે 8ને ગંભીર ઈજા પહોંચી હતી.
સલામતીના સાધનો વગર કંપની ચાલતી હતી
સમગ્ર ઘટના અંગે સ્થળ પર પોલીસ કે અન્ય સરકારી એજન્સીને કોઇ માહિતી આપનાર નહોતું. બનાવ અંગે વડુ પોલીસે શનિવારે કંપનીના માલિક, બે ડાયરેક્ટર અને કર્મચારી સહિત પાંચ સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. સલામતીનાં સાધનો વગર કંપની ચલાવવી તેમજ કર્મચારીઓને પણ સલામતીનાં સાધનો નહીં આપવા અંગેની કલમો લગાવી વડુ પોલીસે બુધવારે જ એક ડાયરેક્ટરની ધરપકડ કરી હતી. રવિવારે પોલીસે કંપનીના ડાયરેક્ટર સત્યકુમાર બાલન (રહે. અમદાવાદ), સુપર વાઇઝર રાજુભાઇ રાઠવા( રહે. વડોદરા) અને પ્લાન્ટ મેનેજર આકાશ ઉર્ફે અરુણ કુમાર અગ્રવાલની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. આ અંગે વધુ તપાસ જારી રખાઇ છે.
મૃતકના પરિવારજનોને રૂ. 21 લાખની સહાય
બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર મૃતકોની કોઇ ભાળ કાઢવા સુધ્ધાં આવ્યું ન હતું. જ્યારે બીજી બાજુ તેમના પરિવારજનોની વ્હારે પાદરા અને જંબુસરના ધારાસભ્યો આવી પહોંચ્યા હતા અને સહાય માટે વિવિધ સ્તરે રજૂઆત કરાઇ હતી. સાંજે પરિવારજનો સાથે સમાજસેવકો દ્વારા વડુ હોસ્પિટલ બહાર શર્ટ કાઢી ઠંડીમાં ખુલ્લા બેસી પ્રદર્શન કરાયું હતું. માનવતા પરવારેલા કંપનીના સત્તાધીશો સામે ઉગ્ર વિરોધ નોંધાવી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકરવાનો ઇનકાર કરાયો હતો. મોડી રાત્રે તંત્રે કંપની સત્તાધીશો પાસેથી દરેક મૃતકને રૂ. 21 લાખ સહાયની જાહેરાત કરાવી હતી. આજે સવારે કંપનીના પ્રતીનિધિ હિરેન શાહે 6 પરિવારોને રૂ. 21 લાખનો ચેક આપ્યો હતો.
ઈજાગ્રસ્તો માટે સહાય નક્કી ન થઇ
પાદરાની એઇમ્સ કંપનીમાં માત્ર રૂ. 320 રોજ લેવા માટે નોકરી કરી રહેલા કર્મચારીઓ પૈકી ગઇ કાલે બ્લાસ્ટમાં 8 લોકો ઘાયલ થયા હતા. જે પૈકી 6 ખૂબ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રખાયા હતા. આઇસીયુમાં સારવાર લઇ રહેલા આ ઈજાગ્રસ્તોની વ્હારે કંપની સત્તાધીશો આવ્યા નથી. સહાય જાહેર કરવાનો પણ હજુ સમય નથી. ત્યારે તેમના પરિવારજનોની હાલત કફોડી બની છે.
એક્સ્પ્લોઝિવ વિભાગ દ્વારા નાગપુર રિપોર્ટ મોકલાશે
એક્સ્પ્લોઝિવ કંટોલર વિભાગે કંપની પર સર્ચ કરી નોટિંગ કર્યું હતું. જ્યાંથી તેઓ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી નાગપુર હેડ ઓફિસ ખાતે મોકલશે. ત્યારબાદ ત્રણ મહિનામાં સંપૂર્ણ અહેવાલ તૈયાર કરી ક્રાઇમ વિભાગના ડી.જી.ને સોંપવામાં આવશે.પોલીસ સાથે એક્સ્પ્લોઝિવ વિભાગ દ્વારા પણ સોમવારે ઓફિસ ખૂલ્યા બાદ કંપની પાસે કયાં લાઇસન્સ હતાં તે અંગે ચકાસણી કરાશે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.