સાવધાન / યુવાનોને નોકરી માટે ઓફર કરતાં ઓનલાઇન વેબપોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ભેજાબાજો ધમકીભર્યા કોલ કરે છે  

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • તમે પૈસા ભર્યા નથી, તમને નોકરી નહીં મળે અને પોલીસ પકડી જશે

Divyabhaskar.com

Nov 18, 2019, 03:51 AM IST

વડોદરા: નોકરી ઓફર કરતી નકલી વેબસાઇટ બનાવી બેરોજગારોને ઊંચા પગારની સારી નોકરી આપવાની લાલચ આપી ઓનલાઇન ફ્રોડ આચરતા સાયબર ક્રિમિનલ્સ હવે રજિસ્ટ્રેશન કરાવનારા યુવકોને ધમકીભર્યા કોલ કરી રહ્યા છે. શહેરના સાયબર એક્સપર્ટ પાસે આવા બે કિસ્સા આવ્યા હતા.
કિસ્સો -1 / ધમકીભર્યા ફોનથી સાહિલ ડિપ્રેશનમાં આવી ગયો
શહેરના સાહિલ નામના એન્જિનિયરને તમારું સિલેક્શન જાણીતી કંપનીમાં થઇ ગયું છે તેમ જણાવી 2500 રૂપિયા આપવા જણાવ્યું હતું. તેણે પૈસા ભર્યા ન હતા. આ શખ્સે સાહિલને ધમકી આપી હતી કે તમને બ્લેક લિસ્ટ કરી દેવાશે હવે 6 વર્ષ સુધી નોકરી નહીં મળે. અમે કેસ કરીશું પોલીસ પકડવા આવશે. રૂા.35000નું કોર્ટનું ચલણ ભરવું પડશે. ધમકીભર્યા ફોન કોલ્સથી સાહિલ ડિપ્રેશનમાં આવી ગયો હતો.

કિસ્સો -2 / માનસીએ નોકરી માટે દાગીના પણ ગીરવે મૂક્યા
શહેરની માનસી નામની શિક્ષિકાએ જોબ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યા બાદ તેને લંડનથી શખ્સે ફોન કર્યો હતો અને પીઆર સાથે નોકરીની ઓફર કરી હતી.ત્યારબાદ 4.50 લાખ ભર્યા હતા. પૈસા ખૂટતાં તેણે પોતાના દાગીના ગીરવે મૂક્યા હતો વ્યાજે પણ પૈસા લીધા હતા. જોકે ત્યારબાદ તેણે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરનો સંપર્ક કરતાં તેમણે તમામ મેઇલ ચકાસતાં તમામ મેઇલ ફેક હોવાનું જણાયું હતું.

દેશમાં 10માંથી 7 સાયબર બુલિંગનો ભોગ બને છે
કોમ્પ્યુટર, સ્માર્ટ ફોન દ્વારા ભોગ બનનાર વ્યક્તિને ધમકીભર્યા સંદેશા મોકલવા અને નકલી વેબપેઇજ બનાવવાને સાયબર બુલિંગ કહે છે.એક રિસર્ચ મુજબ દેશમાં 10માંથી 7 વ્યક્તિઓ સાયબર બુલિંગનો ભોગ બને છે. સાયબર બુલિંગની ફરિયાદ માટે સરકારે વેબસાઇટ પણ બનાવી છે.- મયુર ભુસાવળકર, સાયબર એક્સપર્ટ

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી