• Gujarati News
  • National
  • Thousands Of Fish Died In Lake Undera After The Companies Release Chemicals Near Vadodara

કંપનીઓનું કેમિકલયુક્ત પાણી છોડાતા ઉંડેરા તળાવમાં હજારો માછલીઓના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તળાવમાં માછલીઓ મરી જતાં દુર્ગંધથી લોકો ત્રાહિમામ

વડોદરાઃ વડોદરા શહેર નજીક આવેલા ઉંડેરા ગામના તળાવમાં કંપનીઓના કેમિકલયુક્ત પાણી આવી જતાં ઉંડેરા ગામના તળાવની હજારોની સંખ્યામાં માછલીઓ મરી ગઇ હતી. સ્થાનિક લોકો દ્વારા ઉંડેરાની આસપાસ આવેલી કેમિકલ કંપનીઓ દ્વારા ભારે વરસાદનો લાભ લઇને કેમિકલયુક્ત પાણી છોડી દેવામાં આવતા આ સ્થિતી સર્જાઇ છે.

મરેલી માછલીઓ તણાઇને કિનારે આવી ગઇ
ઉંડેરા ગામના તળાવમાં મત્સ્ય ઉદ્યોગ માટે ઇજારો આપવામાં આવ્યો હતો. ઇજારદાર દ્વારા મોટાપાયે માછલીઓ ઉછેર કરવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં પડેલા ભારે વરસાદમાં ઉંડેરા ગામની આસપાસ આવેલી કેમિકલ કંપનીઓ દ્વારા ભારે વરસાદનો લાભ લઇ ટ્રીટમેન્ટ કર્યાં વગરનું કેમિકલ યુક્ત પાણી છોડતા ઉંડેરા ગામના તળાવમાં ભળ્યું હતું. જેના કારણે તળાવની હજારોની સંખ્યામાં માછલીઓ મરી ગઇ છે. મરેલી માછલીઓ તળાવની અંદર અને કિનારે આવી ગઇ હતી. હજારોની સંખ્યામાં માછલીઓ મરી જતાં વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.