વડોદરા / બાજવાથી બુલેટ ટ્રેનના ટ્રેક નિર્માણ માટે 10 દિવસમાં ટેન્ડર બહાર પડશે

બુલેટ ટ્રેનનું કામકાજ શરૂ કરવામાં આવી
બુલેટ ટ્રેનનું કામકાજ શરૂ કરવામાં આવી

  • અમદાવાદથી કરજણના બુલેટ ટ્રેનના સિવિલ વર્કનું 5000 કરોડનું ટેન્ડર જારી થશે
  • પ્રોજેકટમાં વડોદરાનું વધુ મહત્ત્વ, કેમ કે ટ્રેનનો ટ્રેક રેલવે યાર્ડમાં દિશા બદલી પશ્ચિમ તરફ જાય છે 

Divyabhaskar.com

Jul 12, 2019, 01:48 AM IST

વડોદરાઃ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનું કરજણથી મુંબઇ સુધીના રૂટનું રૂ. 20 હજાર કરોડનું સિંગલ ટેન્ડર બહાર પાડ્યા બાદ આગામી 10 દિવસમાં અમદાવાદથી કરજણ સુધીના રૂટનું ટેન્ડર બહાર પડશે. બુલેટ ટ્રેનનાં સૂત્રો મુજબ રૂ. 5000 કરોડનું ટેન્ડર હશે. દરિયામાં ટનલ અને બ્રિજ આ રૂટમાં ઓછા છે તેમજ રૂટ પણ નાનો હોવાથી ટેન્ડરની કોસ્ટ ઓછી હશે. ટેન્ડર ફાઇનલ સ્ટેજમાં છે.

68 ફૂટ ઉપરથી પસાર થશે બુલેટ ટ્રેન
વડોદરામાં બાજવા પાસે પહેલા રૂટ નું કામ શરૂ થશે. જો કે, તે માટે ટેન્ડર બહાર પાડવાને ફાઇનલ ઓપ અપાયો છે. 68 ફૂટ ઉપરથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર થશે. સમગ્ર પ્રોજેક્ટમાં બ્રાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષ અને વડોદરા ખૂબ મહત્ત્વનાં છે. બીકેસીમાં ગીચ વસ્તી વચ્ચે સ્ટેશન અને રૂટ છે. જ્યારે વડોદરામાં બુલેટ ટ્રેનનો ટ્રેક રેલવે યાર્ડમાં દિશા બદલી પશ્ચિમ તરફ જાય છે.

રૂ.5000 કરોડ રાજ્ય સરકાર આપશે
બુલેટ ટ્રેન માટે સમગ્ર ફંડ જાપાનથી આવનાર નથી. કુલ કોસ્ટના 80 ટકા એટલે 88 હજાર કરોડ જાપાન આપશે. જ્યારે 10 હજાર કરોડ કેન્દ્ર સરકાર અને 5 હજાર કરોડ ગુજરાત સરકાર તેમજ 5000 કરોડનો મહારાષ્ટ્ર સરકારનો ફાળો રહેશે. જોકે આ બજેટમાં કોઇ ફંડ એલોકેટ થયાની પ્રોજેક્ટ અધિકારીઓને જાણ નથી.

રાયકા ગામે 25 બાળકોને સ્વનિર્ભરતાની ટ્રેનિંગ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જે ખેડૂતોની જમીન જાય છે, તેમના બાળકોને આત્મનિર્ભર બનાવી આવકનાં નવાં સાધનો તરીકે વિવિધ કોર્સ પ્રોજેક્ટ દ્વારા શીખવાય છે. આણંદ અને મુંબઇ બાદ વડોદરાના રાયકા ગામના 25 બાળકોને આ અંગે તાલીમ અપાઇ છે.

92 પૈકી માત્ર 30 ઝાડ જ ફરીથી રોપાશે
શહેરની મધ્યમાં આવેલા લાલબાગ ખાતે નેશનલ હાઇસ્પીડ રેલનું ટ્રેનિંગ સેન્ટર અને હોસ્ટેલ બની રહ્યાં છે. જ્યાં આગામી બે દિવસમાં ટ્રી રિપ્લાન્ટેશન કામગીરી શરૂ થનાર છે. છેલ્લા કેટલાક સમયથી જે અંગે રાહ જોવાતી હતી. અગાઉ મે મહીનામાં કામગીરી શરૂ થનાર હતી. પરંતુ ટેન્ડર પ્રક્રીયા બાદ હવે બે દિવસમાં કોન્ટ્રાકટર દ્વારા રીપ્લાન્ટેશન શરૂ કરા શએ .ત્યારે નવી સમસ્યા ઉભી થઇ છે. કેમ્પસમાં અંદાજે 92 ઝાડ આવેલા છે. જે વર્ષો જૂનાં અને મોટા છે. આ ઝાડ રીપ્લાન્ટેશન માટે પર્યાપ્ત જગ્યા કેમ્પસમાં નથી. માત્ર 30 જેટલા ઝાડ ફરી રોપાશે. બાકીના ઝાડ બહાર ક્યાં લઇ જવા તે અંગે જગ્યા શોધાશે.

X
બુલેટ ટ્રેનનું કામકાજ શરૂ કરવામાં આવીબુલેટ ટ્રેનનું કામકાજ શરૂ કરવામાં આવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી