તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SSGમાં દર્દીનાં પરિવારજનો માટે 7 માળની બિલ્ડિંગ બનશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દર્દીઓના પરિવારજનો માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે - Divya Bhaskar
દર્દીઓના પરિવારજનો માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે
 • 15 કરોડનો ખર્ચ થશે
 • બિલ્ડિંગના દરેક ફ્લોર પર 50 રૂમ હશે

વડોદરાઃ એસએસજીમાં દાખલ દર્દીઓના પરિવારજનો આરામદાયક વાતાવરણમાં રહી શકે તે માટે એસએસજી હોસ્પિટલ કેમ્પસમાં 7 માળની બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહી છે. આ બિલ્ડિંગના પ્રોજેક્ટ માટે રૂ.15 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ભારત સરકારની કંપની પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સીએસઆર અંતર્ગત આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહી છે. આ બિલ્ડિંગમાં પાંચ ફ્લોર પર દર્દીઓના પરિવારજનોને રહેવાની સુવિધા હશે. બિલ્ડિંગમાં 204 બેડ મૂકવાનું આયોજન છે. દરેક ફ્લોર પર સરેરાશ 50 બેડ મૂકાશે.

આજે ખાતમૂર્હુત
કંપનીના એક  અધિકારીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે, ‘4000 ચોરસ મીટર આ બિલ્ડિંગનો સુપર બિલ્ટઅપ એરિયા હશે. જેમાં પહેલામાળે કેન્ટીન, રિસેપ્શન અને ઓફિસ હશે. કેન્ટીનમાં પરિવારજનો માટેના જમવાની અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે.  ગ્રાઉન્ડફ્લોર પર પાર્કિંગની સુવિધા પણ હશે. આ બિલ્ડિગિનો ખાતમૂહુર્ત કાર્યક્રમ 13મી જાન્યુઆરી, સોમવારે યોજાશે. 

દર્દીઓનાં પરિવારજનોને વોર્ડ બહાર સૂઇ જવું પડે છે
એસએસજી હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના પરિવારજનોને રહેવા માટેની સંભવત: વડોદરા જિલ્લાની જ નહીં મધ્ય ગુજરાતની  આ પહેલી બિલ્ડિંગ હશે. હાલમાં દર્દીઓના પરિવારજનોને એસએસજીમાં વોર્ડની બહાર બેન્ચ પર કે ભોંયતળિયે પાતળી ગોદડી પાથરીને સૂવા પર મજબૂર થવું પડે છે. ખાસ કરીને શિયાળામાં આવા પરિવારજનોની હાલત કફોડી થઇ જાય છે. ત્યારે આ નવી ઇમારત આશીર્વાદરૂપ પૂરવાર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો