વાઘોડિયા / લૂંટારુએ મોભીને બેભાન કરી માતા-પત્ની-સાળીને બાનમાં લીધા

The robber seduced the mob and took hostages with his mother-in-law

  • ગુતાલમાં લૂંટના બનાલમાં પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી
  •  ટોળકીને ઝડપવા માટે ડોગ સ્ક્વોડ તેમજ ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લેવાઈ

Divyabhaskar.com

Feb 14, 2020, 10:50 AM IST
વાઘોડિયાઃ વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામની સીમમાં આવેલા શ્રી સદગુરૂ કબીર ફાર્મમાં બુધવારે મોડી રાત્રે ડંડા જેવા મારક હથિયારો સાથે લૂંટારુ ટોળકી ત્રાટકી હતી. લૂંટારુ ટોળકીએ પૂજા પાઠ અને ખેતી કરતા મોભી ઉપર લાકડીથી હુમલો કર્યો હતો અને માતા, પત્ની અને સાળીને બંધક બનાવીને રોકડ, સોના-ચાંદીના દાગીના, કાર મળી રૂપિયા 5.8 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ફાર્મની બહાર પડેલી ટવેરા કાર લઈ ટોળકી ફરાર થઇ ગઇ હતી. પોલીસે લૂંટના બદલે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરાના માંજલપુર વિસ્તારના રહેવાસી મયુરદાસ મહેન્દ્રદાસ સાધુ એક વર્ષથી માતા મીનાબહેન, પત્ની કોમલબહેન, દીકરી દ્રષ્ટી સાથે શ્રી સદગુરૂ કબીર ફાર્મમાં રહે છે. મયુરદાસ ફાર્મ સ્થિત મંદિરની પૂજા અને ખેતી કામ કરે છે. પરિવારને આજે લગ્નમાં જવાનું હતું. જેથી તેઓની સાળી નીતુબહેન ધર્મેન્દ્રભાઇ મહંત આવ્યા હતા. મોડી રાત સુધી કોમલબહેન તેમજ તેમની બહેન નિતુબહેન અને દ્રષ્ટીએ હાથમાં મહેંદી મૂકીને સૂઇ ગયા હતા. દરમિયાન રાત્રે લગભગ દોઢથી બે વાગ્યાના સુમારે 4 જેટલા બુકાનીધારી લૂંટારુઓ દંડા જેવા મારક હથિયારો સાથે રસોડાનો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા.રસોડાનો દરવાજો તુટવાનો અવાજ આવતા જ મયુરદાસ સાધુ દરવાજા પાસે પહોંચ્યા હતા.
તે સમયે ઘરમાં ધસી આવેલી ટોળકી પૈકી એક લૂંટારુઓએ મયુરદાસ કંઇક વિચારે અને પ્રતિકાર કરે તે પહેલાં માથામાં લાકડીનો ફટકો મારતા મયુરદાસ સ્થળ પર જ બેભાન થઇ ગયા હતા. દરમિયાન અવાજ સાંભળીને બહાર દોડી આવેલા મીનાબહેન, કોમલબહેન, નિતુબહેન, દ્રષ્ટીને ટોળકીને બાનમાં લઇ મારી નાંખવાની ધમકી આપીને અન્ય રૂમમાં લઇ ગયા હતા. અને તેઓએ પહેરેલા સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. ઉપરાંત તિજોરીઓની ચાવી લઇ તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા 25,000 તેમજ ફાર્મની બહાર પડેલી તવેરા ગાડી મળી કુલ રૂપિયા 5,08,500નો મુદ્દામાલ લૂંટી ફરાર થઇ ગયા હતા. મોડી રાત્રે બનેલા લૂંટના બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો દોડી ગયો હતો.
આ ઉપરાંત સવારે ડભોઇ ડિવિઝનના ડીવાયએસપી કલ્પેશ સોલંકી તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચી ગયો હતો. જેમાં લૂંટારુ ટોળકીના હુમલાનો ભોગ બનેલા મયુરદાસ સાધુએ પોલીસ પૂછપરછમાં લૂંટારૂ ટોળકી 8 તોલા સોનાના દાગીના, દોઢ કિલો ચાંદી, રોકડ રૂપિયા 25000 તેમજ ટવેરા ગાડી લૂંટી ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે લૂંટારુ ટોળકીને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડ તેમજ ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇને તપાસનો દોર શરૂ કર્યો હતો. જોકે, પોલીસને લૂંટારુ ટોળકીને કોઇ સગડ મળ્યા ન હતા. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે લૂંટની ફરિયાદ દાખલ કરવાને બદલે ચોરીની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
X
The robber seduced the mob and took hostages with his mother-in-law
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી