વડોદરા / હેલ્મેટ મરજિયાત કર્યું પણ જૂના ઇ ચલણનો દંડ તો ભરવો જ પડશે

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • મહિનામાં હેલ્મેટ ભંગના રૂા. 2.61 કરોડના ઇ ચલણ
  • નવેમ્બર મહિનામાં જ પોલીસે વાહન ચાલકો પાસેથી હેલ્મેટ ભંગના દંડ પેટે  રૂા. 24.44 લાખ  વસૂલ્યા
  • કુલ રૂા. 61.61 લાખના દંડની વસૂલાતો

Divyabhaskar.com

Dec 05, 2019, 04:21 AM IST

વડોદરાઃ મોટર વ્હીક્લના નવા એક્ટના અમલના એક મહિનામાં જ પોલીસે વાહન ચાલકો પાસેથી હેલ્મેટ નિયમ ભંગના રૂા. 24.44 લાખ વસૂલ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણના બનાવો બાદ રોજના સરેરાશ 1752 લેખે મહિનામાં 52352 વાહન ચાલકોના રૂા. 2.61 કરોડના હેલ્મેટ ભંગના ઇ ચલણ જનરેટ કર્યા છે. રૂપાણી સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકાની હદમાં હેલ્મેટ મરજિયાતની જાહેરાત કરી છે પરંતુ પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતના જણાવ્યા મુજબ જૂના જનરેટ થયેલા હેલ્મેટ ભંગના ઇ-ચલણના રૂપિયા તો વાહન ચાલકોએ ભરવા જ પડશે.

નિયમ ભંગ કરનારા પાસેથી કુલ 24.44 લાખનો દંડ વસૂલ્યો
ટ્રાફિક નિયમ ભંગના આકરા દંડમાંથી વાહન ચાલકોને રાહત મળી છે. ગુજરાત સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં હદના વિસ્તારમાં ટુ વ્હીલર ચાલક માટે હેલમેટ પહેરવું મરજિયાત કર્યું છે. એટલે કોઇપણ ટુ વ્હીલર ચાલક હેલમેટ પહેર્યા વિના વાહન ચલાવશે તો ટ્રાફિક પોલીસ દંડ કરી શકશે નહી તેમજ તેમના હેલ્મેટ નિયમ ભંગના ઇ-ચલણ પણ જનરેટ નહીં થાય. જોકે, 1 નવેમ્બરે નવા નિયમના અમલથી 30 નવેમ્બર સુધીમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ નિયમ ભંગ કરનાર 4888 વાહન ચાલક પાસેથી રૂા. 24.44 લાખનો દંડ વસૂલ્યો છે જ્યારે આખા મહિનામાં જુદા જુદા નિયમ ભંગના કુલ રૂા. 61.61 લાખની વાહન ચાલકો પાસેથી વસૂલાત કરી છે.

મહિનામાં 2.61 કરોડના ચલણ જનરેટ કર્યાં
આકરા દંડના કારણે પોલીસ સાથે ઘર્ષણના બનાવો વધતા પોલીસે ઇ-ચલણ પર વધુ ભાર મૂક્યો હતો અને એક મહિનામાં જ રૂા. 2.61 કરોડના 52352 વાહન ચાલકના ઇ-ચલણ જનરેટ કર્યા છે. પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલોતે જણાવ્યું કે, સરકારે હેલ્મેટને મરજિયાત જાહેર કરતાં પોલીસને સૂચના આપી દેવાઇ છે. આવતી કાલથી હેલ્મેટનો દંડ નહીં કરવામાં આવશે. સીસીટીવીના કર્મચારીઓને પણ હેલમેટ નિયમ ભંગના ઇ ચલણ જનરેટ નહીં કરવા જણાવી દીધું છે. જોકે, જાહેરાત પહેલાના હેલ્મેટ ભંગના ઇ-ચલણના રૂપિયા વાહન ચાલકે ભરવા પડશે.

નવેમ્બરમાં કેટલો દંડ

હેલ્મેટ ભંગ 4888 24.44 લાખ
રોંગસાઇડ 46 23 હજાર
સીટ બેલ્ટ 1920 96હજાર
વગર લાયસન્સ 16 8 હજાર
ઇચલણ હેલ્મેટ 52352 2,61,76000
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી