વડોદરા / વાડી વિસ્તારની વિહાર ટોકીઝ પાછળ બે જૂથ વચ્ચે અથડામણ, પતંગ પકડવાની બાબતે થઈ મારામારી

બે જૂથ વચ્ચે અથડામણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

Divyabhaskar.com

Jan 14, 2020, 10:38 PM IST
વડોદરાઃ આખો દિવસ ઉત્તરાયણની ઉલ્લાસભેર ઉજવણી બાદ મોડી સાંજે બે જૂથો બાખડ્યા હતા. શહેરના વાડી વિસ્તારની વિહાર ટોકીઝ પાછળ 2 જૂથ વચ્ચે મામલો ગરમાયો હતો. નાના બાળકોની પતંગ પકડવાની બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચતા જ હુમલાખોરો ભાગી ગયા હતા. હાલ આ બનાવ અંગે કોઇ પોલીસ ફરિયાદ થઈ નથી.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી