તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરસાલી બ્રીજ પર ટ્રેલર અને ટ્રક વચ્ચે સર્જાયેલા એક્સિડન્ટમાં ટ્રેલરના ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રેલરનું રોડ પર વ્હિલ બદલતી વખતે એક્સિન્ટ સર્જાયો
 • ડ્રાઈવર વ્હિલ બદલતો હોય ત્યારે એક્સિડન્ટ સર્જાયો હતો

વડોદરાઃ નેશનલ હાઇ વે તરસાલી બ્રીજ પર ટ્રેલર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોંત નીપજ્યું હતું.ટ્રેલરનો ચાલક પાછળનું વ્હિલ બદલી રહ્યો હતો. આ દરમિયાન એક્સિડન્ટ સર્જાયો હતો. 

ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકને બચાવાયો
વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસ બ્રીજ  ઉપર એક ટ્રેલર ચાલક ટ્રેલરના પાછલા ભાગે વ્હીલ બદલવાની કામગીરી કરી રહ્યો હતો. ત્યારે રાત્રીના 8 વાગ્યાની આસપાસ પાછળથી ધસી આવેલ એક ટ્રકના ચાલકે ટ્રેલરને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે મોંત નીપજ્યું હતું. જ્યારે ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.આ બનાવને પગલે 108, પાણીગેટ ફાયર સ્ટેશન અને પાસે આવેલ એલ.એન્ડ.ટી.ની રેસ્ક્યુ ટીમ સહિત સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલ એક વ્યક્તિને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યો હતો. 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.  બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતક ટ્રેલર ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી અકસ્માત મોંતનો ગુનો નોંધવાની તજવીજ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો