વડોદરા / વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 18 ફૂટે પહોંચી, આજવા ડેમની સપાટી ઘટતા રાહત

વિશ્વામિત્રી નદી
વિશ્વામિત્રી નદી

  • વરસાદે વિરામ લીધો પણ વાદળછાયું વાતાવરણ યથાવત
  • આજવા ડેમની સપાટી ઘટીને 212.45 ફૂટ થઇ

Divyabhaskar.com

Sep 11, 2019, 01:02 PM IST

વડોદરાઃ વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 18 ફૂટે પહોંચી ગઇ છે. જોકે આજવા ડેમની સપાટીમાં હાલ ઘટીને 212.45 થઇ છે અને વડોદરા શહેરમાં ગત મોડી રાતથી વરસાદે વિરામ લીધો છે, જેથી વડોદરાની જનતા અને તંત્રએ રાહત અનુભવી છે.

આજવાની સપાટી ઘટતા વિશ્વામિત્રીની સપાટી પણ ઘટશે
આજવા ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ ન પડતા ડેમની સપાટીમાં સતત ઘટાડો નોંધાયો છે. અત્યાર સુધી વિશ્વામિત્રી નદીની સપાટી પણ વધી રહી હતી. પરંતુ આજવા ડેમની સપાટી ઘટતા આજે સાંજ સુધીમાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થશે.

વડોદરામાં વરસાદે વિરામ લીધો
વડોદરા શહેરમાં ગત મોડી રાતથી મેઘરાજાએ વિરામ લીધો છે. આજે સવારથી વડોદરા શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. પરંતુ વરસાદ વરસ્યો નથી.

X
વિશ્વામિત્રી નદીવિશ્વામિત્રી નદી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી