વડોદરા / નાગરવાડામાં ફુગ્ગા મારવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ શખ્સની ધરપકડ

  • પથ્થરમારો કરનારા તત્વોને પોલીસ ઘરમાંથી ઉઠાવીને લઇ ગઇ
  • બાળકોએ એક બીજાને ફુગ્ગા મારતાં મામલો બિચક્યો

Divyabhaskar.com

Jul 13, 2019, 01:04 AM IST

વડોદરાઃ નાગરવાડાની મહેતાવાડીમાં ફુગ્ગા અગિયારસ નિમિત્તે બાળકો એકબીજાને ફુગ્ગા મારતા હતા ત્યારે બે જૂથ આમને સામને આવી જતા પથ્થરમારો થતા પોલીસમાં દોડધામ મચી હતી.શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી મહેતાવાડી ખાતે ફુગ્ગા અગિયારસ નિમિત્તે બાળકો એકબીજાને ફુગ્ગા મારતા હતા. જેમાં ફુગ્ગા મારવા બાબતે એક જ કોમના બે જૂથ આમને-સામને આવી ગયા હતા. બંને જૂથ વચ્ચે થયેલા ઝઘડા બાદ સામ-સામે પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને 5 લોકોની ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બે જૂથ વચ્ચે નજીવી બાબતે પથ્થરમારો થતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. જયારે પથ્થરમારો કરનાર 5 લોકોને ઘરમાંથી ઉઠાવી ડિટેઇન કર્યા હતા. અને મોડી સાંજે મુક્ત કર્યા હતા. પથ્થરમારાની ઘટના બાદ પોલીસે નાગરવાડા વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ફુગ્ગા અગિયારસની ઊજવણી
દેવપોઢી એકાદશીને વડોદરાવાસીઓ ફુગ્ગા અગિયારસ તરીકે પણ ઓળખે છે. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ફુગ્ગા અગિયારસની અનોખી ઉજવણી થતી હોવાથી આ દિવસ ફુગ્ગા અગિયારસ તરીકે પણ ઓળખાય છે. ચાર દરવાજા વિસ્તાર અને ખાસ કરીને અમદાવાદી પોળ પાસે વહેલી સવારથી જ બાળકો, યુવાનો ફુગ્ગામાં પાણી ભરી એકબીજા પર ફુગ્ગાઓનો મારો ચલાવે છે. અલબત ફુગ્ગા યુદ્ધને ધાર્મિકતા સાથે કોઇ લેવાદેવા નથી કે પછી કોઇ ધાર્મિક મહત્ત્વ પણ આની પાછળ નથી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી