પરીક્ષાના ટેન્શનમાં 11 સાયન્સની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઇ આપઘાત કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલનો પોસ્ટ મોર્ટમ રૂમ - Divya Bhaskar
સયાજી હોસ્પિટલનો પોસ્ટ મોર્ટમ રૂમ
  • ઓટોપાર્ટસના વેપારીની પુત્રી ન્યૂએરા સ્કૂલમાં ભણતી હતી
  • બાથરૂમમાં લોખંડની એન્ગલ પર ફાંસો બનાવી જીવાદોરી ટૂંકાવી

વડોદરા: બુધવારે વહેલી સવારે ધો.11 સાયન્સની પ્રિલિમરી પરીક્ષાના ટેન્શનમાં શહેરની એક સ્કૂલમાં ભણતી  વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ફાંસો ખાઇને પોતાની જીવાદોરી ટૂંકાવી દીધી હતી. આ ઘટનાને પગલે ખત્રી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ન્યૂવીઆઇપી રોડ વિસ્તારના ખોડિયારનગરના સત્યમ પાર્ટી પ્લોટ પાસેની આમ્રવિલા સોસાયટીમાં રહેતા અને શહેરમાં ઓટોપાર્ટસના વેપારી કમલેશ ખત્રી રહે છે. તેમની 16 વર્ષીય પુત્રી મહિમા શહેરના નિઝામપુરા વિસ્તારની ઇંગ્લિશ મીડિયમની ન્યૂએરા સ્કૂલમાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. તેની હાલમાં સ્કૂલમાં પ્રિલિમરી પરીક્ષા ચાલતી હતી. મંગળવારે રાત્રે 10 વાગ્યાના સુમારે તે પોતાના રૂમમાં સૂવા જતી રહી હતી.
સ્કૂલમાં ધો-11 સાયન્સની આજથી પરીક્ષા શરૂ થઇ હતી
વડોદરાના ખોડીયારગર પાસે આવેલી આમ્રવીલા સોસાયટીમાં રહેતી મહિમા કમલેશભાઇ ખત્રી(16) નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યુ ઇરા સેકન્ડરી સ્કૂલમાં ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. આજથી તેની સ્કૂલમાં પરીક્ષા શરૂ થઇ હતી. પરંતુ પરીક્ષા આપવા જતા પહેલાં જ પોતાના ઘરની બાથરૂમમાં લોખંડના એંગલ સાથે દુપટ્ટાથી ફાંસો ખાઇ લીધો હતો.
દાદાએ પૌત્રીને લટકતી જોઇને બૂમરાણ મચાવી
બાથરૂમમાંથી કલાકો સુધી મહિમા પરત ન ફરતા દાદા દિલીપભાઇએ દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખખડાવ્યા બાદ પણ બાથરૂમમાંથી પૌત્રીનો કોઇ જવાબ ન મળ્યો નહોતો. જેથી બાથરૂમની બારી પાસે જઇને તપાસ કરતા મહિમા ફાંસો ખાધેલી હાલતમાં જણાઇ આવી હતી. પૌત્રીને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ દાદાએ બૂમરાણ મચાવી મૂકતા પરિવારજનો અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. અને દરવાજો તોડીને મહિમાની લાશ બહાર કાઢી હતી.
પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
દરમિયાન આ બનાવની જાણ હરણી પોલીસને કરતા પોલીસે દોડી આવી હતી. પોલીસે લાશનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. મહિમાએ સ્કૂલ પરીક્ષા પ્રારંભના પ્રથમ દિવસે જ આપઘાત કરી લેતા ગમગીની ફેલાઇ ગઇ હતી. મહિમાએ ચોક્કસ કયા કારણોસર ફાંસો ખાઇ લીધો તે વિગત બહાર આવી નથી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બે વર્ષ પહેલા પણ હાથે બ્લેડના ઘા માર્યા હતા 
મહિમાએ બે વર્ષ પહેલા પણ ટેન્શનમાં આવીને પોતાની જાતે જ હાથે બ્લેડના ઘા માર્યા હતા. આજે પોલીસે તેના હાથ પરના ઘા જોતાં આ હકીકત જાણવા મળી હતી. જ્યારે બે દિવસ પહેલા જમણા પગે ઘૂંટણના નીચેના ભાગમાં મારેલા ઘા અંગે તેના પરિવારજનોને પણ જાણ ન હતી.