વડોદરા / તરસાલીમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલને ગેરકાયદે બાંધકામ મુદ્દે ઓફિસને તાળા મારી દેવાયાં

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને માત્ર ઓફિસ સીલ કરાઈ
વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને માત્ર ઓફિસ સીલ કરાઈ

 સ્કૂલને તાળાં મારવાની જગ્નાયાએ શિક્ષણને ધ્યાનમાં લઇ ઓફિસને તાળું માર્યું
 સ્કૂલની આસપાસમાં આવેલી જમીન વિવાદના કારણે સીલ મારવામાં આવ્યું
 સ્કૂલમાં ફાયર સેફ્ટીના સાધન હતા. પરંતુ, ફાયર એન.ઓ.સી. લીધી ન હતી

Divyabhaskar.com

Dec 03, 2019, 02:48 PM IST

વડોદરાઃશહેરના તરસાલી વિસ્તારમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલની ઓફિસને કોર્પોરેશન દ્વારા તાળાં મારી દેવામાં આવ્યા હતા. સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાથી કોર્પોરેશને તાળાં માર્યા હતા.
કોર્પોરેશન હાથ ધરી કાર્યવાહી
શહેરના તરસાલી સુસેન રોડ ઉપર આવેલી સેન્ટ મેરી સ્કૂલ વર્ષ-1989થી કાર્યરત છે. આ સ્કૂલનું મકાન બાંધકામ પરવાનગી વિના કરવામાં આવ્યું હતું. આથી કોર્પોરેશન દ્વારા વર્ષ-2014માં નોટિસ આપવામાં આવી હતી. અને એક માસમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યુ હતું. સ્કૂલ માલિકો દ્વારા વહેલીતકે પ્રક્રિયા પૂરી કરી દેવા માટે લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હતો. પરંતુ, પ્રક્રિયા પૂરી કરવામાં આવી ન હતી. પરિણામે આજે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી સ્કૂલની આસપાસ આવેલી જમીન વિવાદના કારણે થઇ હતી.
શિક્ષણને ધ્યાનમાં રાખી માત્ર ઓફિસને તાળું મરાયું
સંચાલકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ સામે કોર્પોરેશનમાં ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે અરજીઓ કરવામાં આવી હતી. અનેક વખતની રજૂઆતના અંતે મ્યુનિસિપલ કમિશનરે સ્કૂલ સામે કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો હતો. જે હુકમના આધારે કોર્પોરેશનના બાંધકામ પરવાનગી વિભાગના અધિકારી ગૌરવ પટેલ અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડવાને બદલે સ્કૂલની ઓફિસને તાળું મારી દીધું હતું. કોર્પોરેશન દ્વારા સ્કૂલનેજ તાળાં મારવામાં આવનાર હતા. પરંતુ, વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે માત્ર ઓફિસને તાળું મારી દીધું હતું. બાંધકામ પરવાનગી વિભાગે જણાવ્યું હતું.
ફાયરની એનઓસી લેવાઈ નથી
કોર્પોરેશનની ટીમ દ્વારા સ્કૂલમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન ફાયર સેફ્ટીની પણ સુવિધા જણાઇ આવી ન હતી. જોકે, સ્કૂલના પ્રિન્સીપાલ મૌલી કૌશીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા છે. પરંતુ, ફાયર સેફ્ટીની એન.ઓ.સી. લેવામાં આવી નથી. જે ફાયર સેફ્ટીની એન.ઓ.સી. અમો આગામી ટૂંક સમયમાં મેળવી લઇશું.

X
વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને માત્ર ઓફિસ સીલ કરાઈવિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને માત્ર ઓફિસ સીલ કરાઈ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી