તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાઃ પાદરાના ગવાસદમાં એમ્સ ઓક્સિજનના બ્લાસ્ટંમાં 6 કર્મચારીઓના મોત થયા હતા. મોટાભાગના કર્મચારીઓના અંગોના ફૂરચા ઊડી ગયા હતા. સયાજી હોિસ્પટલ ખાતે મૃતદેહ લેવા આવેલા સ્વજનો ટુકડે ટુકડા થઇ ગયેલી લાશો જોઇને એક તબક્કે ડધાઇ ગયા હતા. 6 મૃતકોની લાશને તેમના પરિવારજનોએ એક તબક્કે સ્વીકારવાનો ઇનકાર કરતા રવિવારે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. બ્લાસ્ટમાં કોઇનું માથું જ મળ્યું તો કોઇને માત્ર ધડ એક વ્યક્તિના તો પેટના આંતરડા બહાર આવી ગયા હતા. ક્ષત વિક્ષત લાશના ટુકડા ભેગા કરાયા અને પરિવારજનોને પીએમ કરીને અપાયા હતા.
પેટથી નીચેનો ભાગ જ ગાયબ હતો
મફતભાઇ મારા ભાઇ હતા. તેઓ ઓપરેટર હતા. દિવસ પહેલા જ મુલાકાત થઇ હતી. તેમણે મને ખેતીના પાક વિશે ચર્ચા કરી હતી. લાશ જોઇ ત્યારે તેમનો પેટથી નીચેનો ભાગ ઊડી ગયો હતો. બાકીના ટુકડા લાશ સાથે અપાયા હતા. મફતભાઇ તેમના પરિવારનો એક જ આધાર હતા. તેમની 10 વર્ષની એક છોકરી અને 16 વર્ષનો છોકરાના ઉછેરની ચિંતા તેમના પત્ની રમીલાબેનને છે. - રમેશભાઇ પરમાર, મૃતક મફતભાઇના ભાઇ.
2 દિવસ ઓવર ટાઇમ બાદ મૃતદેહ જ આવ્યો
બ્લાસ્ટમાં મારા પિતાનું ડોક સાથેનું માત્ર માથુ જ બચ્યું હતું. મારા પિતા 62 વર્ષના હતા પણ તેમને નિવૃત્તિ અપાઇ ન હતી. પગાર રૂ.9000ની આસપાસ હતો. બે-બે શિફ્ટ કરીને ઓવરટાઇમ કરતા હતા. બે દિવસથી તેઓ ઘરે આવ્યા ન હતા. સવારે 1મમ્મીએ ફોન કર્યો તો કહેતા હતા કે રાત્રે 12 વાગ્યે આવી જઇશ. પણ મોતની ખબર આવી હતી. - રાજુભાઇ રાઠોડ, મૃતક ગુલાબસિંહના પુત્ર.
પેટમાંથી આંતરડાં બહાર આવી ગયાં
વાઘાભાઇ મારા ભત્રીજા હતા અને ગેસ સિલિન્ડરની ગાડીના ડ્રાઇવર હતા. તેઓ સવારે 8.00 વાગ્યાની આસપાસ અંકલેશ્વરથી નીકળતા હતા અને રાત્રે પરત ફરતા હતા. શનિવારે પણ તેઓ ડિલિવરી આપવા ગયા હતા. તેમના પેટની હોજરીમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા. તેમની ત્રણેય દીકરીઓ પરણી ગઇ છે. જ્યારે બે દિકરાઓ હજી નાના છે. - તોંડાભાઇ ભરવાડ, મૃતક વાઘાભાઇના કાકા.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.