અમેરિકા / એટલાન્ટાના ગોકુલધામમાં દ્વિતીય ગુજરાતી જીવનસાથી પસંદગી સંમેલન યોજાશે

અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી
અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી

  • સંમેલનમાં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓ તા.20 જૂન સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે

divyabhaskar.com

Jun 04, 2019, 11:25 AM IST

અમેરિકા: અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે આગામી તા.28-29 જૂને દ્વિતીય ગુજરાતી જીવનસાથી પસંદગી સંમેલન(મેટ્રિમોનિયલ)નું આયોજન કરાયું છે. ગુજરાતી સમાજની એક્તા માટે યોજાનાર આ સંમેલનમાં માત્ર હિન્દુ ગુજરાતી પરિવારોના યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. અત્રે એ નોંધનીય છે કે, ગયા વર્ષે ગુજરાતી સમાજની એક્તાને ચાર ચાંદ લગાડતા આ સંમેલનમાં અમેરિકાના 30થી વધુ રાજ્યોમાંથી 218 ગુજરાતી યુવક-યુવતીઓ તેમના જીવનસાથી પસંદ કરવા ઉમટી પડ્યા હતા.

સતત બીજા વર્ષે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન
એટલાન્ટા સિટીમાં વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શનથી ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. આ ગોકુલધામ હવેલી ખાતે સંસ્કાર,સંસ્કૃતિ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અાપતા કાર્યક્રમો સમયાંતરે યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતી હિન્દુ સમાજના યુવક-યુવતીઓ માટે ગોકુલધામ હવેલી, બ્રાહ્મણ સમાજ ઓફ જ્યોર્જિયા તેમજ ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ-એટલાન્ટાના સંયુક્ત ઉપક્રમે સતત બીજા વર્ષે જીવન-સાથી પસંદગી સંમેલન(મેટ્રિમોનિયલ)નું આયોજન કરાયું છે.

29 જૂને યુવક-યુવતીઓ સાથે ગૃપ મિટિંગનું આયોજન
ગોકુલધામ હવેલીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, બ્રાહ્મણ સમાજના અગ્રણી પૂનમ ઠાકર અને ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ-એટલાન્ટાના અગ્રણી જયંતિ પટેલે જણાવ્યું હતું કે, બે દિવસીય આ કાર્યક્રમ અંતર્ગત શુક્રવાર તા.28મીએ સાંજે મેટ્રિમોનિયલમાં ભાગ લેનાર યુવક-યુવતીઓ એકબીજાને ઓળખી-જાણી શકે તે માટે પરિચય હેતુ મિંગલ નાઇટ એન્ડ ડીનરનો કાર્યક્રમ થશે. જ્યારે શનિવાર તા.29 જૂને યુવક-યુવતીઓ સાથે ગૃપ મિટિંગ તેમજ વન ઓન વન મિટિંગ તેમજ યુવક-યુવતીઓના માતા-પિતા સાથે ગેટ ટુ ગેધરનું આયોજન કરાયું છે.

યુવક-યુવતીઓ માટે રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કરાયો
આ જીવન સાથી મેટ્રિમોનિયલમાં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કરાયો છે. યુવક-યુવતીઓ તા.20 જૂન સુધી ગોકુલધામની વેબસાઇટ gokuldham.org તેમજ gujaratijeevansathi.org પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી ભાગ લઇ શકે છે.

X
અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલીઅમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી