તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો.12ની વિદ્યાર્થિનીને લવ જેહાદમાં ફસાવી સ્કૂલ વાન ચાલકે દુષ્કર્મ આચર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિદ્યાર્થિની ચાલતી જતી હતી ત્યારે વાન ચાલક પીછો કરતો હતો, 2 વર્ષથી હેરાનગતિ
  • દીકરીએ માતાને આપવીતી કહેતા વાન ચાલક મોઇનની ધરપકડ

વડોદરાઃ તરસાલીની સગીર આદિવાસી વિદ્યાર્થિનીને દવા પી મરી જવાની ધમકી આપી દુષ્કર્મ કરનાર સ્કૂલવાન ચાલકના લવજેહાદનો ઘટસ્ફોટ થયો છેે. વિદ્યાર્થિનીને જબરજસ્તીથી કમાટીબાગમાં લઇ ગયેલો સ્કૂલવાન ચાલક તેના ભાઇના હાથે ઝડપાઇ ગયો હતો. માતાએ દીકરીની પૂછતાછ કરતાં ડ્રાઇવરે 2 મહિના પહેલા માંજલપુરમાં રોડની સાઇડ પર સ્કૂલવાનમાં જ દુષ્કર્મ કર્યું હોવાની આપવીતી જણાવતાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોંધી સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી છે.

સગીરાનો  પીછો કરતો હત
તરસાલીમાં 17 વર્ષની વિદ્યાર્થિની ધો. 12માં અભ્યાસ કરી હાલ ગૃહઉદ્યોગનું શિક્ષણ મેળવે છે. બે વર્ષ પહેલા તે ધો. 11માં અભ્યાસ કરતી હતી અને ચાલતી સ્કૂલે જતી હતી ત્યારે તરસાલી ચોરા વાળા ફળિયામાં રહેતોઅને ઓએનજીસીમાં સ્કૂલવાન ચાલક મોઇન અજીત ચૌહાણ તેનો પીછો કરતો હતો. કારના હોર્ન મારી હેરાન કરતો હતો. ટ્યુશન ક્લાસમાં જાય તો સામે આવીને ઉભો રહેતો હતો. 

કાળા કલરના કાચની આડમાં દુષ્કર્મ આચર્યું
એક દિવસ તેને તરસાલી તળાવ પાસે ઉભી રાખી પ્રેમ કરતો હોવાનું કહ્યું હતું. વિદ્યાર્થિની ગુસ્સે ભરાઇ જતી રહી હતી. ત્રણેક દિવસ પછી ફરી વિદ્યાર્થિનીને આંતરી તું મારી સાથે નહીં બોલે તો હું દવા પીને મરી જઇશ અને તારુ નામ લખીશ, તારા માતા-પિતાને પણ વાત કરીશ તેવી ધમકી આપી હતી.ગભરાઇ ગયેલી વિદ્યાર્થિની પાસેથી મોબાઇલ નંબર મેળવી તેને કોલ કરતો હતો. જાન્યુઆરી 2019માં વિદ્યાર્થિનીનો જબરજસ્તીથી હાથ પકડી સ્કૂલવાનમાં બેસાડી કપુરાઇ ચોકડીથી આગળ ખુલ્લા મેદાનમાં લઇ જઇ અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ કર્યું હતું. 2 મહિના પહેલા વિદ્યાર્થિની ક્લાસમાંથી છૂટતા મોઇન તેને સ્કૂલવાનમાં બેસાડી માંજલપુર તુલસીધામ ચાર રસ્તાથી આગળ રોડની સાઇડ પર લઇ જઇ વાન ઉભી કરી દીધી હતી. કાળા કલરના કાચની આડમાં સ્કૂલવાનમાં જ તેની સાથે ફરી દુષ્કર્મ કર્યું હતું. તેને જુદી જુદી જગ્યાએ લઇ જઇ ધમકી આપી દુષ્કર્મ કરતો હતો. આજે સવારે 11 વાગે વાન ચાલક મોઇન વિદ્યાર્થિનીને બળજબરીથી કમાટીબાગ લઇ ગયો હતો. વિદ્યાર્થિનીના ભાઇને ખબર પડતાં મિત્રો સાથે પહોંચી મોઇનને ઝડપી પાડ્યો હતો. તેને લઇને ઘરે માતા પાસે પહોંચ્યો હતો. માતાએ દિકરીની પૂછતાછ કરતાં તેણે મોઇને ધમકી આપી કરેલા દુષ્કર્મની વિગતો જણાવતાં માતાએ મકરપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી. તેની ધરપકડ કરી તપાસ એસીપી એસસીએસટી સેલ કરી રહ્યા છે. 

ચુંબન કરી વીડિયો પણ ઉતાર્યો હતો
ઓએનજીસી સ્કૂલમાં વાન ચલાવતો મોઇન ચૌહાણ વિદ્યાર્થિની ટ્યુશન ક્લાસમાં જતી ત્યારે એફઝેડ બાઇક લઇ આવતો અને તેનો જબરજસ્તીથી હાથ પકડી બાઇક પર બેસાડી લઇ જતો હતો. વિદ્યાર્થિનીને લાલબાગમાં લઇ જઇ તેને જાહેરમાં ચુંબન કરી સેલ્ફી વીડિયો પણ ઉતારી લેતો હતો.