સાવલી નજીક ભગાના મુવાડા ગામમાં 10 લૂંટારૂઓ ત્રાટક્યા, 4 લોકોને માર મારીને લૂંટ ચલાવી ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લૂંટારૂઓએ પરિવાર સાથે મહેમાનને પણ માર માર્યો

વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભગાના મુવાડા ગામમાં શનિવારે રાત્રે લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી. જેમાં 10 બુકાનીધારી લૂંટારૂઓ 4 લોકોને માર મારીને 10 હજાર રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા.
લૂંટારૂઓએ મહેમાનને પણ માર માર્યો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભગાના મુવાડા ગામમાં શનિવારે રાત્ર 10 જેટલા લૂંટારૂઓ ઘૂસી આવ્યા હતા. આ લૂંટારૂઓ ઘરનો દરવાજો તોડીને ઘરમાં ઘૂસ્યા હતા. અને મકાન માલિક અરવિંદભાઇ પરમાર(40) અને તેમના દીકરા સચિન પરમાર(17) અને દીકરી રેશમા પરમાર(18)ને માર માર્યો હતો. લૂંટારૂઓએ ઘરની બહાર ખાટલામાં સુઇ રહેલા મહેમાન રમણભાઇ રાઠોડ(45)ને પણ માર માર્યો હતો. અને 10 હજારની રોકડ, સોનાની બે ચેઇન, એક લોકેટ, કાનની બુટ્ટીઓ સહિતના સોનાના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. પરિવારે હોબાળો મચાવતા ગામ લોકો એકત્ર થઇ ગયા હતા.
ઇજાગ્રસ્તોને હાલોલની હોસ્પિટલમાં ખસેડાયા
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...