વડોદરા / નાગા બાવાના વેશમાં આવેલો લૂંટારૂ આશિર્વાદ આપવાના બહાને સોનાની ચેઇનને લૂંટીને ફરાર

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • કપુરાઇ બ્રિજ પાસે લઘુશંકા કરવા ઉભા રહેલા વ્યક્તિની બાઇક સવાર ટોળકી ચેઇન લૂંટી ફરાર 

Divyabhaskar.com

Feb 14, 2020, 08:53 PM IST

વડોદરા: વડોદરા શહેરના તરસાલી સોમા તળાવ રિંગ રોડ ઉપર દંપતિ ઉભું હતું. તે સમયે કારમાં આવેલી લૂંટારૂ ટોળકી પૈકી નાગા બાવાએ પત્ની સાથે ઉભા રહેલા વ્યક્તિને આશિર્વાદ આપવાના નામે બોલાવ્યો હતો. કાર પાસે આશિર્વાદ લેવા માટે આવેલા વ્યક્તિએ પહેરેલી સોનાની ચેઇનની લૂંટ ચલાવી લૂંટારૂ ટોળકી ફરાર થઇ ગયા હતા.

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી મારૂતિધામ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઇ અભિમન્યુ મહાલે તેમની પત્ની સુરેખાબહેન સાથે 13 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે તરસાલી-સોમા તળાવ રિંગ રોડ ઉપર ઉભા હતા. તે સમયે સફેદ કાર તેમની પાસે ધસી આવી હતી. કાર ચાલક ઉપરાંત કારમાં એક યુવાન નાગો બાવો બેઠો હતો. આ નાગા બાવાએ પત્ની સાથે ઉભેલા રાજેન્દ્રભાઇ મહાલેને આશિર્વાદ લેવા માટે પોતાની પાસે બોલાવ્યા હતા.

રાજેન્દ્રભાઇ કાર પાસે આવતા તેઓને નાગા બાવાએ સિગારેટ લેવા માટે મોકલ્યા હતા. રાજેન્દ્રભાઇ સિગારેટ લઇને કાર પાસે આવ્યા હતા. નાગા બાવાના આશિર્વાદ લેવા માટે નીચે જોતા જ નાગો બાવો રાજેન્દ્રભાઇએ પહેરેલી રૂપિયા 30,000 કિંમતની દોઢ તોલાની સોનાની ચેઇન લૂંટી કારમાં ફરાર થઇ ગયા હતા.

બીજા બનાવમાં બ્લોક નંબર-બી-4, રૂમ નંબર-47 રૂરલ પોલીસ લાઇન, પ્રતાપનગર ખાતે રહેતા મેહુલભાઇ રમેશભાઇ ઠાકોર મૂળ શિનોર તાલુકાના મીંઢોળ ગામના રહેવાસી છે. 13 ફેબ્રુઆરીના રોજ તેઓ મિત્ર સાથે મોટર સાઇકલ ઉપર નેશનલ હાઇવે ઉપરથી આવી રહ્યા હતા. દરમિયાન તેઓ કપુરાઇ બ્રિજ પાસે લઘુશંકા કરવા માટે ઉભા હતા. તે સમયે બાઇક ઉપર ધસી આવેલા બે લૂંટારૂઓ પૈકી પાછળ બેઠેલ લૂંટારૂ મેહુલભાઇ ઠાકોરે પહેરેલી રૂપિયા 90,000 કિંમતની સવા બે તોલાની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા.

મકરપુરા પોલીસ મથકની હદમાં ગુરૂવારે બનેલા લૂંટના બે બનાવો અંગે મકરપુરા પોલીસે ફરિયાદોના આધારે લૂંટારૂઓ સામે લૂંટનો ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી