તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંધિયું અને જલેબીના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા, નમૂના લીધા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડોદરાઃ ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે. આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ઠેર ઠેર ઊંધિયું જલેબીનાં વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે. જેમાં ઘણી જગ્યાએ ઊંધિયું અને જલેબીની ક્વોલિટી શંકાસ્પદ જણાતાં આરોગ્ય વિભાગ દ્વારા તેનાં નમૂનાઓ લઇને વિક્રેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગની 4 ટીમોએ શહેરના અલગ-અલગ ઝોનમાં દરોડાની કાર્યવાહી કરી હતી. ઉત્તરાયણમાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમો વડોદરા શહેરનાં માંજલપુર, ઓપી રોડ, કારેલીબાગ, ચોખંડી, વાઘોડિયા રોડ સહિતનાં વિસ્તારોમાં ત્રાટકી હતી. આ વિસ્તારોમાં ઊંધિયું અને જલેબી સહિતની ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતાં વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી કરી હતી. ઉત્તરાયણ પર્વમાં ગુજરાતમાં કરોડો રૂપિયાનાં ઊંધિયું જલેબી આરોગાય છે. ત્યારે દરોડા દરમ્યાન આરોગ્ય વિભાગની ટીમોએ શંકાસ્પદ જણાતાં ઊંધિયું જલેબી તેમજ ચિક્કીનાં નમૂના લઇ વેપારીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો