તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદી માહોલ, ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાયા, આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મૂકાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરામાં રાત્રે ગરબાના આયોજનમાં વરસાદ વિધ્ન બને તેવી પુરેપુરી શક્યતા
  • ગરબા સમય પહેલાં વરસાદ રોકાઇ જાય તો ગરબાનું આયોજન થશે

વડોદરાઃ નવરાત્રીના પ્રથમ દિવસે જ સવારથી વરસાદી ઝાપટા શરૂ થતાં ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મૂકાઇ ગયા છે. પહેલેથી ગરબા આયોજકો ગરબા થશે કે નહીં તે બાબતે અવઢવમાં હતા. ત્યારે આજે સવારથી જ થોડી થોડીવારમાં વરસાદી ઝાપટા પડવાથી હવે ગરબાના આયોજનમાં મુશ્કેલી ઉભી થવાની પૂરી શક્યતાઓ દેખાઇ રહી છે.
વિવિધ ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાઇ ગયા
વડોદરાના ગરબા આયોજકો ગ્રાઉન્ડને સુરક્ષિત રાખીને ગરબાનું આયોજન થાય તે માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. જોકે વડોદરા શહેરમાં આજે સવારથી જ વરસાદને પગલે વડોદરાના વિવિધ ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાઇ ગયા હતા. જેને કારણે વડોદરા શહેરમાં શરૂઆતના દિવસોમાં ગરબાનું આયોજન કરવુ મુશ્કેલ બની રહેશે.
વરસાદના વિઘ્ન સામે મેદાન સજ્જ છે
વીએનએફના આયોજક મયંક પટેલે જણાવ્યું હતું કે, ખેલૈયાઓ માટે ગરબાનું ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે. પ્રથમ નોરતે વરસાદ પડશે તો પણ મેદાનને થોડા સમયમાં ખેલૈયાઓ માટે તૈયાર કરી દેવાશે.

ગરબાના સમયે વરસાદ વરસશે તો ગરબા નહીં કરી શકીએ

હેરિટેજ ગરબાના આયોજક યોગેન્દ્ર ગાયકવાડે જણાવ્યું હતું કે, પ્રથમ નોરતાંમાં ખેલૈયા ગરબા રમી શકે તે માટે ગ્રાઉન્ડ તૈયાર કરી દેવાયું છે. જો ગરબાના સમયે વરસાદ વરસશે તો ગરબા નહીં કરી શકીએ.
વરસાદ પડશે તો પણ વાંધો નહીં આવે
માં શક્તિ ગરબાના આયોજક જયેશ ઠક્કરે જણાવ્યું હતું કે, મેદાનને ખેલૈયાઓ માટે તૈયાર કરી દેવામાં આવ્યું છે. જ્યારે વરસાદ પડશે તોપણ મેદાનને થોડા સમય બાદ રમવા માટે તૈયાર કરી દેવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...