તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • People Robbed Liquor As They Descended The Bootlegger's Car Road Near Veerpur In Narmada.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદાના વીરપુર પાસે બુટલેગરની કાર રોડ નીચે ઉતરી જતાં લોકો દારૂ લૂંટી ગયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે આવે તે પહેલા દારૂ લૂંટાઈ ગયો
 • ડ્રાઈવર કાર છોડીને ભાગી ગયો હતો

વડોદરાઃ નર્મદાના વીરપુર પાસે દારૂ ભરેલી કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. બુટલેગર દ્વારા ઉતરાયણ નિમિતે દારૂ લાવવામાં આવતો હોય તેમ દારૂ ભરેલી કારનો મળસ્કે ચાર વાગ્યે એક્સિડન્ટ થયો હતો. કાર રોડ પરથી નીચે ઉતરી જતાં લોકો દારૂની લૂંટ ચલાવી ગયાં હતાં. બાદમાં પોલીસને જાણ થતાં ઘટના સ્થળે આવેલી પોલીસને કંઈ હાથમાં લાગ્યું નહોતું.

દારૂ શોધવા લોકો દોડી આવ્યાં
નર્મદાના વીરપુર પાસે દારૂ ભરેલી કાર મળસ્કે ચાર વાગ્યે રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી. એક્સિડન્ટગ્રસ્ત કાર અને તેમાં રહેલા વિદેશી દારૂના જથ્થાને રસ્તા પર જ છોડી દઈને ડ્રાઈવર નાસી ગયો હતો. બાદમાં લોકો પહોંચી ગયા હતા અને દારૂના જથ્થાની રીતસરની લૂંટ ચલાવી હતી. કારમાં દારૂ હોવાની જાણ થતાં લોકો એક પછી એક આવવા લાગ્યા હતા જો કે દારૂ લૂંટાઈ ગયા બાદ આવેલા લોકોને ખાલી હાથ પરત ફરવું પડ્યું હતું. એક્સિડન્ટ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે એક્સિડન્ટગ્રસ્ત કાર સિવાય પોલીસને કશું હાથ લાગ્યું નહોતું.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો