વડોદરા / ATMમાંથી 100ના બદલે 500 રૂપિયા નીકળતા લોકો ઉમટી પડતાં આખરે શટર પાડવું પડ્યું

નિયત રકમ કરતાં વધારે નાણાં નીકળતા એટીએમનું શટર પાડી દેવાયું
નિયત રકમ કરતાં વધારે નાણાં નીકળતા એટીએમનું શટર પાડી દેવાયું
એ.ટી.એમ.ને તાત્કાલિક બંધ કરી પોલીસ તૈનાત થઈ ગઈ
એ.ટી.એમ.ને તાત્કાલિક બંધ કરી પોલીસ તૈનાત થઈ ગઈ

  • એ.ટી.એમ.માંથી વધુ નાણાં લેવા માટે લોકોએ લાઇનો લગાવી દીધી હતી
  • ટેકનીકલ ખામીના કારણે માત્ર 100ના બદલે રૂપિયા 500 નીકળી રહ્યા હતા

Divyabhaskar.com

Dec 04, 2019, 04:35 PM IST

વડોદરાઃ શહેરના વડસર બ્રિજ પાસે યજ્ઞપુરૂષ કોમ્પ્લેક્ષ સ્થિત આઇ.સી.આઇ.સી.આઇ.ના એ.ટી.એમ.માંથી રૂપિયા 100ના બદલે રૂપિયા 500 નીકળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે, આ અંગેની જાણ પોલીસને થતાં તુરતજ પોલીસ પહોંચી ગઇ હતી. અને શટર પાડીને એ.ટી.એમ. બંધ કરાવી દીધું હતું. એ.ટી.એમ.ના ટેકનીકલ વ્યક્તિએ જણાવ્યું કે, ટેકનીકલ ખામીના કારણે માત્ર રૂપિયા 100ના બદલે રૂપિયા 500 નીકળી રહ્યા હતા.

500 રૂપિયા કેટલાં ગ્રાહકો લઇ ગયા તે અંગે તપાસ બાદ ખબર પડશે

એ.ટી.એમ.માં નાણાં લોડ કરતા કરણ મિશ્રાએ જણાવ્યું હતું કે, આઇ.સી.આઇ.સી.આઇ.ના એ.ટી.એમ.માંથી જેટલા નાણાં ઉપાડવાના હોય તેનાથી ડબલ નીકળી રહ્યા હોવાની જાણ થતાં અમો સ્થળ પર પહોંચી ગયા હતા. અને તપાસ કરતા માત્ર રૂપિયા 100ના બદલામાં રૂપિયા 500 નીકળી રહ્યા હતા. એ.ટી.એમ.માં સર્જાયેલી ટેકનીકલ ખામીના કારણે રૂપિયા 100ના બદલે રૂપિયા 500 નીકળી રહ્યા હતા. એ.ટી.એમ.ને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. અને રૂપિયા 100ના બદલે રૂપિયા 500 કેટલાં ગ્રાહકો લઇ ગયા તે અંગે તપાસ બાદ ખબર પડશે.

અફડા-તફડી મચે તે પૂર્વે એ.ટી.એમ. બંધ કરાવી દીધું

વડસર રોડ યજ્ઞપુરૂષ કોમ્પ્લેક્ષ સ્થિત આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના એ.ટી.એમ.માંથી ડબલ નાણાં નીકળી રહ્યા હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકો એ.ટી.એમ. ખાતે ઉમટી પડ્યા હતા. અને નાણાં ઉપાડવા માટે લાંબી કતારો લગાવી હતી. જોકે, અફડા-તફડી મચે તે પૂર્વે કોઇ વ્યક્તિએ પોલીસને જાણ કરી દેતા પોલીસ દોડી આવી હતી. અને એ.ટી.એમ. બંધ કરાવી દીધું હતું. નાણાં ઉપાડવા માટે ધસી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે, અનેક લોકો ટેકનીકલ ખામીનો ફાયદો ઉઠાવીને વધુ નાણાં લઇ ગયા છે.

X
નિયત રકમ કરતાં વધારે નાણાં નીકળતા એટીએમનું શટર પાડી દેવાયુંનિયત રકમ કરતાં વધારે નાણાં નીકળતા એટીએમનું શટર પાડી દેવાયું
એ.ટી.એમ.ને તાત્કાલિક બંધ કરી પોલીસ તૈનાત થઈ ગઈએ.ટી.એમ.ને તાત્કાલિક બંધ કરી પોલીસ તૈનાત થઈ ગઈ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી