સુવિધા / પાસપોર્ટની એક્સપાયર્ડ ડેટના નવ મહિના પહેલાં જાણ કરાશે

પાસપોર્ટની ફાઇલ તસવીર.
પાસપોર્ટની ફાઇલ તસવીર.

  • મોબાઇલ નંબર બદલાઈ ગયા હશે તો પાસપોર્ટ વિભાગ પાસપોર્ટ હોલ્ડરના ઈમેલથી જાણ કરશે

Divyabhaskar.com

Feb 15, 2020, 05:02 AM IST
વડોદરા: શું તમારો પાસપોર્ટ 6 મહિના બાદ એક્સપાયર્ડ થઈ જવાનો છે અને તમને એની જાણ ન થતાં તમારો વિદેશ પ્રવાસ અટકી પડ્યો છે! તો હવે આવા પાસપોર્ટ હોલ્ડરોને તેમના પાસપોર્ટની મુદત પૂરી થઈ રહી છે તે અંગે પાસપોર્ટ વિભાગ દ્વારા બે વખત એસએમએસ મોકલવામાં આવશે. પાસપોર્ટ વિભાગ એક્સપાયરી ડેટના નવ મહિના પહેલાં એક મેસેજ, સાત મહિના પહેલાં બીજો મેસેજ મોકલીને પાસપોર્ટ હોલ્ડરને જાણ કરશે.
વિદેશ મંત્રાલય ઈ-પાસપોર્ટ આપશે
પાસપોર્ટ વિભાગના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રાલયે ઈ-પાસપોર્ટ બનાવવા માટે તૈયારી હાથ ધરી છે. પ્રથમ તબક્કામાં 2.2 કરોડ જેટલા ઈ-પાસપોર્ટ ઇશ્યૂ કરાશે.
X
પાસપોર્ટની ફાઇલ તસવીર.પાસપોર્ટની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી