વડોદરા / હાઇવેથી ડાકોર જતાં વાહનચાલકો પાસેથી ખેડા સુધીનો રૂ.175 ટોલટેક્સ વસૂલવા સામે વિરોધ

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

Divyabhaskar.com

Aug 14, 2019, 01:54 AM IST

વડોદરાઃ દક્ષિણ ગુજરાત તેમજ વડોદરાથી ડાકોર જતાં વાહન ચાલકો વાસદ ટોલનાકું ક્રોસ કર્યાના 500 મીટર બાદ ડાકોર તરફના રોડ પર જતાં હોવા છતાં આ વાહન ચાલકો પાસેથી રૂા.175 ટોલટેક્સ વસૂલવામાં આવતો હોઈ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. એડવોકેટ કમલ પંડ્યાએ મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ડાકોર જવા માટે વાહન ચાલકો એક્સપ્રેસ હાઇવે તેમજ નેશનલ હાઇવેનો ઉપયોગ કરે છે. એક્સપ્રેસ હાઇવે પર ટોલટેક્સ ખૂબ જ ઓછો છે પરંતુ ડાકોર જવા માટે વાસદથી વધુ સરળતાપૂર્વક જઇ શકાય છે. વાસદ ટોલનાકું ક્રોસ કર્યા બાદ માત્ર 500 મીટર બાદ ડાકોર તરફનો રોડ આવતો હોવા છતાં વાહન ચાલકોને ખેડા સુધીનો રૂા.175 ટોલટેક્સ ચૂકવવો પડે છે. ટોલટેક્સમાં રાહત અાપવામાં આવે અથવા તો પછી ડાકોર તરફના વળાંક સુધી ડિવાઇડર બનાવવામાં આવે તે જરૂરી છે.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી