તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકમ કસોટી-ભાષાદીપ બુકને વિતરણ કરવાના આદેશનો વિરોધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લા સંઘે રાજ્ય સંઘને શિક્ષકોની વ્યથાનો પત્ર લખ્યો
  • છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ખફા

વડોદરા: એકમ કસોટી બુક તેમજ ભાષાદીપ બુક ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓને વિતરણ કરવાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા અભિયાનના આદેશને લઇ છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ખફા થયો.જિલ્લા સંઘે રાજ્ય સંઘને શિક્ષકોની વ્યથા અને વેદનાપત્ર લખ્યો. સોશીયલ મિડિયામાં પણ આને લઇ વિવિધ કોમેંટ થઇ રહી છે.

કસોટી બુક તેમજ ભાષાદીપ બુકના વિતરણ કરવાની કામગીરી શિક્ષકોને સોંપી
કોરોના વાઇરસની અસરથી બચવા માટે રાજ્ય સરકારે 29 માર્ચ સુધી શાળાઓમાં વેકેશન જાહેર કર્યું છે.તા.17મી ના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામક તેમજ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા ભિયાન,ગાંધીનગર દ્વારા ધોરણ 3થી 8ના તમામ બાળકોને એકમ કસોટી બુક તેમજ ભાષાદીપ બુકના વિતરણ કરવાની કામગીરી શિક્ષકોને સોંપી છે.તેમજ એકમ કસોટીના જવાઅબ અંતર્ગત તેમના ઘરે જઇને સુધારવાની સમજ આપવાની છે.તેમજ એક અલગ નોટ બનાવીને દરેક કસોટીઓ નોટમાં લખાવી તા.30મી ના રોજ નોટ પરત મેળવવાની સૂચના કરેલ છે.આ પરિપત્રને કારણે શિક્ષક આલમમાં રોષની લાગણી ફેલાઇ .છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આ મુદ્દે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને રજુઆત કરી છે.અને આ કાર્યક્રમને કારણે પડનારી મુશ્કેલીથી વાકેફ કર્યા છે.

વાઇરસના ભયના કારણે બાળકો સામુહિક ભેગા ના થાય એટલે શાળામાં રજા
મુશ્કેલીમાં ખાસ તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા હોય એટલા વિદ્યાર્થીના ઘરે જવાનું દરેક વિદ્યાર્થી જુદા જુદા વિસ્તારમાં રહેતો હોય તો કેવી રીતે શિક્ષક જઇ શકે?કોરોના વાઇરસના ભયના કારણે બાળકો સામુહિક ભેગા ના થાય એટલે શાળામાં રજા અપાઇ છે.શિક્ષક વિદ્યાર્થીના ઘરે જાય તો તેમને વાઇરસ લાગુ ના પડવાની શક્યતા નકારી ના શકાય.શિક્ષક રોજ 30થી 40 પરિવારના સંપર્કમાં આવે તો શિક્ષક શું કોરોનાનો શિકાર ના બને?કોઇ પણ સુરક્ષા વિના શિક્ષક ઘરે ઘરે જાય અને અને કોરોનાનો શિકાર બને તો જવાબદાર કોણ?

રાજ્ય શિક્ષક સંઘે જ્યાં સુધી ઉકેલ ના મળે ત્યાં સુધી કામગીરી નહી કરવા આદેશ
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્બારા આ પરિપત્રના સંદર્ભે તા.18મી ના રોજ શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવને મળીને તમામ વિગતોથી વાકેફ કરી રજુઆત કરી છે.જ્યાં સુધી શિક્ષણ સચિવ તરફથી યોગ્ય ઉકેલ ના મળે ત્યાં સુધી તા.17મી માર્ચના આ પરીપત્રમાં સૂચવેલ તમામ કામગીરી નહી કરવા માટેનો આદેશ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે કર્યો છે.
પરિપત્રને લઇ સોશિયલ મિડિયામાં વિવિધ કોમેંટ
આ પરીપત્રના કારણે રાજ્યમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની હાલત અત્યંત જ કફોડી બની જાય એમ છે.સોશીયલ મિડિયામાં પણ આ પરીપત્રને લઇને વિવિધ કોમેંટો થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...