મહીસાગર નદીમાં નહાવા પડેલા 6 મિત્રોમાંથી મુંબઇના બે યુવાન ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ ચાલુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગર નદીમાં ડૂબેલા યુવાનની શોધખોળ યથાવત - Divya Bhaskar
મહીસાગર નદીમાં ડૂબેલા યુવાનની શોધખોળ યથાવત
  • મહીસાગર નદીમાં નહાવા ગયેલા તમામ 6 યુવાનો એલએન્ડ કંપનીમાં નોકરી કરતા હતા

વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી નજીક લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહાવા પડેલા 6 પૈકી બે યુવાન ડૂબ્યા હતા. જેમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
ડૂબેલા બંને યુવાન એલએન્ડટી કંપનીમાં નોકરી કરતા હતા
વડોદરા સ્થિત એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા 6 મિત્રો આજે રવિવાર રજા હોવાથી લાંછનપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહાવા માટે ગયા હતા. આ સમયે 6 મિત્રો પૈકી 2 મિત્રો અચાનક જ ડૂબવા લાગ્યા હતા. જેથી સ્થાનિક તરવૈયાઓએ બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. જેમાં મૂળ મુંબઇના અને વડોદરા ખાતે એલએન્ડટી કંપનીમાં નોકરી કરતો અક્ષય કાંધાર(24)નો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.  મૂળ મુંબઇના અને વડોદરા ખાતે એલએન્ડટી કંપનીમાં નોકરી કરતા ચેતન મોરપાણી(24)ની હાલ શોધખોળ ચાલી રહી છે.

પોલીસે બંને યુવાનના પરિવાજનોને જાણ કરી
ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને મહીસાગર નદીમાં ડૂબેલા બંને યુવાનના પરિવારજનોને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.