વડોદરા / સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાના અસરગ્રસ્તો માટે 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કરીને રવાના કરાયા

  • અગમચેતીના ભાગરૂપે તંત્રએ તકેદારીના પગલાં લેવા સૂચના આપી

Divyabhaskar.com

Jun 12, 2019, 06:01 PM IST

વડોદરાઃ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'વાયુ' વાવાઝોડાથી અસર પામનાર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોના લોકો માટે આજે શહેરની મહારાણી ચિમનાબાઇ સ્કૂલમાં 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સાથે બિસ્કીટ અને પાણીની બોટલો પણ મોકલવામાં આવી છે. આ ફૂડ પેકેટને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વાયુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં રવાના કર્યાં હતા. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂણેથી રવાના થયેલી એનડીઆરએફની ટીમો માટે બળતણની પણ સુવિધા ઉપલબ્ધ કરી રવાના કરવામાં આવી છે.

તકેદારીના ભાગરૂપે સાવચેતી રાખવા સૂચના
વાવાઝોડાની અસર વડોદરા શહેર-જિલ્લાને થવાની શક્યતા નથી. તેમ છતાં વડોદરા જિલ્લા પ્રશાસને તકેદારીના પગલાં રૂપે તાલુકા સ્તર સુધી તમામ સંબંધિત વિભાગોને સંપૂર્ણ સાવચેતી રાખવા અને જિલ્લા વડા મથક સાથે સંપર્ક જાળવી રાખવા સૂચનાઓ આપી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી