તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • One Death In Accident Between Two Bike And Truck On National Highway Near Ankleshwar

નેશનલ હાઇવે પર ટ્રકે બે બાઇકને એડફેટે લીધા, એકનું મોત, 3ની હાલત ગંભીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા
  • નેશનલ હાઇવે પર અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો

અંકલેશ્વરઃ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર તાપી હોટલ સામે ટ્રક ચાલકે બે બાઇકને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે એક મહિલા સહિત 3 લોકોને ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને 108 એમ્બ્યુલન્સમાં 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.