મહોત્સવ / વડોદરામાં આત્મીય મહોત્સવની ઉજવણીમાં દોઢ લાખ હરિભક્તોએ દીવડા આરતી કરી

પ્રથમ દિવસે રાતે સભામંડપમાં હાજર દોઢ લાખ હરિભક્તોએ હાથમાં દીવા તેમજ મોબાઈલની ટોર્ચથી હરિપ્રસાદ સ્વામીની આરતી ઉતારી પોતાનો ગુરૂ પ્રત્યેનો ભાવ પ્રગટ કર્યો હતો
પ્રથમ દિવસે રાતે સભામંડપમાં હાજર દોઢ લાખ હરિભક્તોએ હાથમાં દીવા તેમજ મોબાઈલની ટોર્ચથી હરિપ્રસાદ સ્વામીની આરતી ઉતારી પોતાનો ગુરૂ પ્રત્યેનો ભાવ પ્રગટ કર્યો હતો
One and a half lakhs of devotees celebrate the festivities in Vadodara

  • આત્મીય યુવા મહોત્સવનો સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ભવ્ય પ્રારંભ, 3 લાખ હરિભક્તો આવ્યા
  • જીવનમાં આધ્યાત્મિકતા અને સંતો સાથેની મૈત્રીની અિનવાર્યતા સમજાવતા કાર્યક્રમો થયા

Divyabhaskar.com

Jan 03, 2020, 01:04 AM IST

વડોદરાઃ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રબોધિત મહાગ્રંથ ‘શ્રી વચનામૃત’ની દ્વિદશાબ્દીના ઉપક્રમે હરિધામ-સોખડા દ્વારા આયોજીત ‘આત્મિય યુવા મહોત્સવ’નો ગુરૂવારના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રારંભ થયો હતો. પાંજરાપોળ મેદાન સ્થિત મહોત્સવના સ્થળે ત્રણસો એકર જમીનમાં બનાવેલા વિશાળ સભામંડપમાં હરિભક્તોએ હરિપ્રસાદ સ્વામીના સાનિધ્યમાં ‘સંત પરમ હિતકારી’ શિર્ષક હેઠળ રજૂ કરાયેલા કાર્યક્રમમાં સંતો સાથેની મૈત્રીની અનિવાર્યતા સમજી હતી. આત્મીય યુવા મહોત્સવના પહેલા દિવસ 2 જાન્યુઆરીના રોજ 26 દેશો ઉપરાંત ગુજરાતનાં અલગ અલગ શહેરોમાંથી 3 લાખથી વધુ હરિભક્તો દરજીપુરા સ્થિત પાંજરાપોળ મેદાનમાં ઉભી કરાયેલી આત્મીય નગરીમાં પહોચ્યાં હતાં. હરીભક્તો સ્વયંશિસ્ત દાખવતા મહોત્સવના સ્થળ પર કોઈ પણ પ્રકારની અડચણ ઉભી થઈ ન હતી. જ્યારે બપોરે 4 વાગ્યાથી જ હરિભક્તો ત્રણસો એકર જગ્યામાં બનાવેલા સભામંડપમાં બેસી જઈને ભજન કિર્તન કર્યું હતું. સોખડાના હરીપ્રસાદ સ્વામીજીનો સભામંડપમાં ભવ્ય પ્રવેશ થતા જ હરીભક્તોએ જયઘોષ સાથે તેમનું સ્વાગત કર્યું હતું.

માતૃભૂમિની સમસ્યાને પોતાની સમસ્યા સમજોઃ ભૈયાજી જોષી
આત્મિય યુવા મહોત્સવના ઉદઘાટન સંત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોષીએ માનવકલ્યાણ કરવાનું લક્ષ્ય રાખીને ચાલનારા લોકોનું નેતૃત્વ દેશ માટે જરૂરી બન્યું હોવાનું જણાવ્યું હતું. ભૈયાજી જોષીએ જણાવ્યું હતું કે, આજે આપણા દેશની એક સમસ્યાં છે, દેશ માટે આજનો સમાજ અજ્ઞાન છે, આજે આપણી માતૃભૂમિ માટેનો ભક્તિનો ભાવ જાગૃત કરવાની જરૂર છે. જ્યારે સમાજ પોતાની માતૃભૂમિની સમસ્યાં પોતાની સમસ્યાં સમજશે ત્યારે આ દેશ તેમજ તેની આધ્યાત્મિક શક્તિ વિશ્વમાં સન્માનિત થશે. આજે દરેક વ્યક્તિ પોતાના અધિકારની પૂર્તીની ઈચ્છા વ્યક્ત કરે છે. આજે આવશ્યકતા છે કે પ્રજા અધિકારોની સાથે કર્તવ્યનો પણ ભાવ જાગૃત કરે.

આજે 2 લાખ લોકો અંગદાનનો સંકલ્પ લેશે
3 જાન્યુઆરીના રોજ યુવા મહોત્સવમાં ‘અંગદાન સંકલ્પ અભિયાન’નું આયોજન થવાનું છે. આ અભિયાનમાં બે લાખ સંતો તેમજ હરિભક્તો અંગદાનનો સંકલ્પ લેશે.

X
પ્રથમ દિવસે રાતે સભામંડપમાં હાજર દોઢ લાખ હરિભક્તોએ હાથમાં દીવા તેમજ મોબાઈલની ટોર્ચથી હરિપ્રસાદ સ્વામીની આરતી ઉતારી પોતાનો ગુરૂ પ્રત્યેનો ભાવ પ્રગટ કર્યો હતોપ્રથમ દિવસે રાતે સભામંડપમાં હાજર દોઢ લાખ હરિભક્તોએ હાથમાં દીવા તેમજ મોબાઈલની ટોર્ચથી હરિપ્રસાદ સ્વામીની આરતી ઉતારી પોતાનો ગુરૂ પ્રત્યેનો ભાવ પ્રગટ કર્યો હતો
One and a half lakhs of devotees celebrate the festivities in Vadodara

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી