તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમવારે કલાલી અને અકોટાના એક લાખ લોકોને પાણી નહીં મળે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ફ્લાય ઓવરના કામ માટે જેપી રોડ પરની લાઇન ખસેડાશે
  • પૂર્વ-દક્ષિણ વિસ્તારમાં 7 દિવસ સુધી પાંચ મિનિટનો પાણીકાપ

વડોદરાઃ શહેરના પૂર્વ-દક્ષિણ વિસ્તારમાં 7 દિવસ સુધી રોજેરોજ પાંચ મિનિટનો પાણીકાપ શરૂ થઇ ગયો છે ત્યારે પશ્ચિમમાં સોમવારે સાંજે 1 લાખ નાગરિકોને પાણીથી વંચિત રહેવું પડશે અને મંગળવારે લો પ્રેશરથી પાણીકાપ સાથે પાણી મળશે. પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોને પાણી પૂરું પાડતા નિમેટા પ્લાન્ટના 24 વાલ્વ બદલવાની કામગીરી શરૂ કરાઈ છે. આ કામને કારણે તા.13થી 7 દિવસ સુધી ગાજરાવાડી, નાલંદા, બાપોદ, માંજલપુર, કપૂરાઇ, મકરપુરા, તરસાલી, જાંબુવા, પાણીગેટ ટાંકી તેમજ દંતેશ્વર, મકરપુરા એરફોર્સ, સોમા તળાવ, સંખેડા દશાલાડ અને મહાનગર બુસ્ટરમાંથી પાણી મેળવતા લોકોને રોજનું 80 લાખ લિટર પાણી ઓછું અપાશે.

સોમવાર સાંજ સુધી પાણી નહીં આવે
બીજી તરફ પાલિકાની પાણી પુરવઠા શાખા હસ્તકની 600 મિમી વ્યાસની મુખ્ય ફીડર લાઇનમાંથી કલાલી અને અકોટા પાણીની ટાંકીમાં પાણી પૂરું પડાય છે. આ લાઇન જેપી રોડ પર હેવમોર સર્કલ પાસેના ઓવરબ્રિજના ફાઉન્ડેશનમાં નડતરરૂપ હોવાનું જણાયું છે. જેથી પાણીની મુખ્ય નળિકા બદલવાની કામગીરી તા.16ના રોજ સવારે શરૂ કરાશે. તેના કારણે અકોટા અને કલાલી ટાંકીમાંથી પાણી મેળવતા વિસ્તારોને તા.16મીએ સાંજે  પાણી વિતરણ નહીં કરાય. પરિણામે અકોટા શ્રેણિક પાર્ક ચાર રસ્તાથી આનંદનગર ચાર રસ્તા, જેપી રોડ, અટલાદરા, કલાલી, જાગનાથ મહોલ્લો, ખોડિયારનગર, જકાતનાકા રોડ વિસ્તારમાં સોમવારે સાંજે પાણીથી વંચિત રહેવું પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો