તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • On Average One And Half Hour In Vadodara, One Citizen Falls Prey To Dog Bite, Municipality Will Buy 21 Lakh Rabies Vaccine.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં સરેરાશ દોઢ કલાકે એક શહેરીજન ડોગ બાઇટનો શિકાર બને છે, પાલિકા 21 લાખની હડકવાની રસી ખરીદશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૂતરાંઓને હડકવાની રસી મૂકવામાં આવશે - ફાઇલ તસવીર - Divya Bhaskar
કૂતરાંઓને હડકવાની રસી મૂકવામાં આવશે - ફાઇલ તસવીર
  • 2018માં કૂતરાં કરડવાના 24444 અને 2019માં 21 હજાર કેસ પાલિકાના ચોપડે નોંધાયા
  • દર મહિને 1300 લોકો ડોગ બાઇટનો ભોગ બની રહ્યાં છે ,જેમાં 25 ટકા બાળકો
  • દર વર્ષે શહેરમાં 5,000 જેટલાં ભૂલકાંઓ રખડતાં કૂતરાંઓનાં બચકાંનો શિકાર બને છે

વડોદરાઃ રસ્તા પર રખડતા કૂતરાઓનો ત્રાસ શહેરમાં વધતો જ જાય છે. સરકારી હોસ્પિટલોના આંકડાકીય અહેવાલો મુજબ મહિને 1300 લોકો કૂતરાના હિંસક હુમલાના શિકાર બને છે. એટલે કે સરેરાશ દોઢ કલાકે એક વડોદરાવાસીને કૂતરા કરડે છે. આ આંકડા માત્ર સરકારી હોસ્પિટલના જ છે. ખાનગી હોસ્પિટલના આંકની તપાસ કરીએ આંક આનાથી પણ મોટો થાય તેમ છે. એટલું જ નહીં, કૂતરાઓને લીધે અકસ્માતમાં ઇજા થનારા અને હવે તો આવા અકસ્માતો પણ જીવલેણ બની રહ્યા છે. એક અભ્યાસ મુજબ શહેરમાં ડોગબાઇટની ફરિયાદને લઇને આવતાં 25 ટકા જેટલાં બાળકો જ હોય છે.  વર્ષે 5,000 ભૂલકાંઓ કૂતરાઓનાં બચકાંનો શિકાર બને છે. 2017માં 13,313 અને 2018માં 24,444 તેમજ 2019માં 21,000  કેસો  હતા. આ તમામ સરકારી દવાખાનાંઓમાં સારવાર માટે આવ્યાં હતાં. ડોગબાઇટની એક રસીનો ખર્ચ ખાનગી દવાખાનાંઓમાં 500થી 1000 રૂપિયા થાય છે. 

પાલિકા રૂા. 21 લાખના ખર્ચ હડકવા વિરોધી રસી ખરીદશે
શહેરમાં કૂતરાની સંખ્યા સીમિત રહે તે માટે પાલિકા દર વર્ષે ખસીકરણ પાછળ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે પણ શહેરી જનોને કૂતરા કરડવાની સમસ્યામાંથી મુક્તિ મળી નથી. આ સંજોગોમાં, પાલિકા 21 લાખ રૂપિયાના ખર્ચે હડકવા વિરોધી રસી ખરીદશે અને તેને સ્થાયી સમિતિએ મંજૂરીની મહોર મારી હતી. ખસીકરણનો કાર્યક્રમ હજી 7 વર્ષ ચાલશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો