વડોદરા / દંગલ ફિલ્મ આવ્યા બાદ છોકરીઓમાં કુસ્તી સહિત બીજી ગેમોમાં ક્રેઝ વધ્યો છેઃ ગીતા ફોગાટ

wrestler geeta phogat visit in vadodara

  • સરકારી સિસ્ટમ સારી ન હોવાથી સ્પોર્ટ્સમેન સુધી સહાય પહોંચતી નથી
  • સ્પોર્ટ્સમેન માટે સરકારી નોકરીઓમાં ક્વોટા વધારવાની જરૂરીયાત છે

Divyabhaskar.com

Oct 11, 2019, 07:54 PM IST

વડોદરા: ભારતને પ્રથમ વખત કોમનવેલ્થ ગેમમાં કુસ્તીમાં ગોલ્ડ મેડલ અપાવનાર ગીતા ફોગાટ વડોદરાની મહેમાન બની હતી. સુપરહિટ ફિલ્મ ‘દંગલ’ જે બહેનોની પ્રેરણા લઇને બની છે. તે ચાર બહેનો પૈકી ગીતા ફોગાટ ‘ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે’ ના દિવસે પારૂલ યુનિવર્સિટીની મહેમાન બની હતી.
દંગલ ફિલ્મ આવ્યા બાદ છોકરીઓમાં કુસ્તી સહિતની રમતોમાં ક્રેઝ વધ્યો
હાલમાં હરિયાણામાં જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહેલા કુસ્તીબાજ ગીતા ફોગાટે વધુમાં જણાવ્યું હતું કે, દંગલ ફિલ્મ આવ્યા બાદ છોકરીઓમાં કુસ્તી સહિત બીજી ગેમોમાં ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને અમારા જેવા સમાજ અને પ્રદેશમાં છોકરીઓને સ્પોટ્સથી દૂર રાખવામાં આવતી હતી. પરંતુ દંગલ ફિલ્મ આવ્યા બાદ ખાસ કરીને યુવતીઓના પરિવારજનો આગળ આવ્યા છે અને પોતાની દીકરીઓને અખાડા સહિત સ્પોટ્સ મોકલતા થયા છે.
યુવતીઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે
ગીતા ફોગાટે વધુમાં જણાવ્યું કે, વડોદરામાં પ્રથમ વખત આવી છું અને તેમાં પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતીઓને સ્પોટ્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો મોકો મળ્યો છે. તેનાથી હું ખુશ છું. યુવતીઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે. પરંતુ યુવતીએ તેના માટે મક્કમ થવું પડશે અને પોતાની ટેલેન્ટ બનાવવી પડશે. મારા જીવનમાં અમે ચાર બહેનોએ ખૂબ સ્ટ્રગલ કરી છે અને ભારતને કુસ્તીમાં ગોલ્ડ મેડલ અપાવવાની પ્રેરણા મળી છે.
આરોગ્ય સારુ રાખવા માટે કસરત કરવી જરૂરી છે
ગીતા ફોગાટે જણાવ્યું હતું કે, આરોગ્ય સારુ રાખવા માટે કસરત કરવી જરૂરી છે. પછી તમે અખાડામાં જાવ કે જીમમાં જાવ. પરંતુ, જો સિસ્ટમથી તમે કસરત ન કરો તે આરોગ્ય માટે નુકશાનકારક પૂરવાર થાય છે. ભવિષ્યમાં બોલીવૂડમાં જવાની ઇચ્છા બાબતે પૂછાયેલા પ્રશ્ન અંગે જણાવ્યું કે, હું ઓછું પસંદ કરું છું. તેમાં વધુ સમય ફાળવવો મારા માટે મુશ્કેલ છે.
પોતાના જીવનના સંઘર્ષથી લઇને મેળવેલી સફળતા અંગે ચર્ચા કરશે
પારૂલ યુનિવર્સિટીના ડાયરેક્ટર દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, આજે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડેના દિવસે યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે જાણીતી રેસલર ગીતા ફોગાટને બોલાવવામાં આવી છે. જે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પોતાના જીવનના સંઘર્ષથી લઇને મેળવેલી સફળતા અંગે ચર્ચા કરશે. આ પ્રસંગે ધ્રુમિલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
wrestler geeta phogat visit in vadodara

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી