વડોદરા / પતિના અવસાન બાદ પત્નીએ જેઠને અંધારામાં રાખીને બોગસ પાવર ઓફ એટર્ની બનાવી મકાન પોતાના નામે કરી દીધુ

Wfe made house of bogus power of attorney After death of her husband in vadodara

  • મૃતક ભાઇની પત્ની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી

Divyabhaskar.com

Nov 10, 2019, 11:20 AM IST
વડોદરા: પતિના મોત બાદ જેઠને અંધારામાં રાખીને ભાભીએ બોગસ પાવર ઓફ એટર્ની બનાવી સંયુક્ત માલિકીનું મકાન પોતાના નામે કરી દીધું હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેઠ વિદેશ જતાં ભાભીએ રૂપિયા 100ના સ્ટેમ્પ ઉપર બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને મકાન પોતાના નામે કરી દીધું હતું.
લંડન ખાતે રહેતા જોહન ગોમ્સનું મોત થયું હતું
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં 206, હિરા એપાર્ટમેન્ટમાં એસ્પેરન્સ રોઝારીયો ગોમ્સ (78) પરિવાર સાથે નિવૃત્ત જીવન જીવે છે. તેઓએ પોતાના અને તેમના ભાભી એગ્નેશ જોહન ગોમ્સના નામે 1989માં ફતેગંજમાં 421, સદર બજારમાં મકાન વેચાણ દસ્તાવેજથી ખરીદ્યું હતું. તે બાદ તેઓ વર્ષ-માર્ચ-2009માં યુ.એ.ઇ. ગયા હતા. ઓગષ્ટ-2009માં પરત ભારત આવી ગયા હતા. દરમિયાન 2019માં લંડન ખાતે રહેતા તેમના ભાઇ જોહન ગોમ્સનું મોત થયું હતું.
મિલકતની માલિકી ભાભી એગ્નેશના નામે જોતા એસ્પેરન્સ ગોમ્સ ચોંકી ઉઠ્યા
જોહનનું અવસાન થયા બાદ એસ્પેરન્સ ગોમ્સે સીટી સર્વેમાંથી પ્રોપર્ટી કાર્ડની નકલો કઢાવી હતી. જેમાં ભાભી સાથે ખરીદેલી મિલકતમાંથી તેઓનું નામ કમી થયેલું જોતા અને માત્ર ભાભી એગ્નેશના નામે મિલકત માલિક તરીકે નામ જોતા ચોંકી ઉઠ્યા હતા. તેઓ આ બાબતે વધુ તપાસ કરતા તેમના ભાભીએ રૂપિયા 100ના સ્ટેમ્પ દ્વારા બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને જુલાઇ-2015માં સંયુક્ત રીતે ખરીદેલી મિલકત પોતાના નામે કરી લીધી હતી.
પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
એસ્પેરન્સ ગોમ્સે તમામ દસ્તાવેજો સાથે છેતરપિંડી કરનાર ભાભી એગ્નેશ જોહન ગોમ્સ (રહે. 421, સદર બજાર, ફતેગંજ) સામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એગ્નેશ ગોમ્સ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
X
Wfe made house of bogus power of attorney After death of her husband in vadodara
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી