અકસ્માત / વડોદરામાં વરસાદને કારણે બાઇક સ્લીપ થઈ ડિવાઇડર સાથે અથડાયું, 2 યુવાનના મોત

હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત
હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત

Divyabhaskar.com

Aug 16, 2019, 05:07 PM IST

વડોદરાઃ વડોદરા શહેરની આજવા ચોકડી પાસે બાઇક સ્લીપ ખાઇ જતા ડિવાઇડર ઉપર ભટકાઇ હતી. આ ઘટનામાં આજવા રોડના બે યુવાનોના મોત નીપજ્યાં હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

એક યુવાનનું ઘટના સ્થળે મોત, બીજાનું હોસ્પિટલમાં મોત
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ચાંમુડા નગર-2માં રહેતો પુષ્પેન્દ્ર હરેરામ ગુપ્તા(25) અને સયાજી પાર્ક પાસે રહેતો દિલીપ તેરસિંગ ગુપ્તા (25) રક્ષાબંધનના દિવસે બાઇક ઉપર વાઘોડિયા ચોકડીથી આજવા ચોકડી તરફ આવી રહ્યા હતા. દરમિયાન વરસાદના કારણે બાઇક સ્લિપ ખાઇ જતા ડિવાઇડર ઉપર ભટકાતા બંને રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં બે પૈકી એકનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને ગંભીર ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

X
હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોતહોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી