પંચમહાલ / મિલકતના મામલે પુત્રએ પિતાને રીક્ષા નીચે કચડીને મારી નાખવાની ઘમકી આપી

Son threatened to his father in matter of property in godhra

Divyabhaskar.com

Jul 14, 2019, 06:08 PM IST

પંચમહાલઃ ગોધરાના પીપલીયા ફળીયામાં રહેતા પુત્રએ પિતાને રીક્ષા નીચે કચડીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ મામલે પિતાએ દિકરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મિલકતના મુદ્દે પુત્રએ પિતાને ધમકી આપી
ગોધરાના પીપલીયા ફળીયામાં રહેતા સિનિયર સીટીઝન અકબરમીયા મહંમદમીયા મલેકનો બીજા નંબરના પુત્ર સાદીક મીયાએ કોર્ટમાં મિલ્કત બાબતે ખોટો કેસ કર્યો હતો. પણ સમાજના માણસોએ સમજાવતાં સાદીકમીયાના પિતા અકબરમીયાએ તેને મકાન રહેવા માટે આપ્યું હતું. પણ સાથે સાદીકે તેના પિતાને દર મહિને એક હજાર રૂપિયા આપવાના તથા તેના પિતાની તબિયત સાચવવાની તેમ નક્કી થયું હતું. પરંતુ છેલ્લા બે માસથી સાદિકમાં એકા એક બદલાવ આવતા તેને તેના પિતાનું જાહેરમાં અપમાન કરીને દિકરાને શોભે નહીં તેવું વર્તન કરીને સાદિકીમીયાએ તેના પિતાને કહેલ કે, આ મિલકત મારી છે. તું મારું કશું બગાડી શકવાનો નથી, તેમ કહીને ધક્કો મારીન઼ે નીચે પાડી દીઘા હતા. અને જો તું મારી સામે આવીશ તો તને રીક્ષા નીચે કચડીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગેની અકબરમીયા મલેકે તેના પુત્ર સાદીકમીયા વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોધાવી હતી.

X
Son threatened to his father in matter of property in godhra
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી