વડોદરા / 2017માં 42 લાખના ખર્ચે રાજ્યનો સૌથી ઊંચો ફ્લેગ માસ્ટ બન્યો, આજે મનપા તિરંગો ફરકાવવાનું ભૂલી

2017માં સીએમ વિજય રૂપાણી લોકાર્પણ કર્યું હતું. આ વખતે તિરંગો ના ફરકાવાયો
2017માં સીએમ વિજય રૂપાણી લોકાર્પણ કર્યું હતું. આ વખતે તિરંગો ના ફરકાવાયો

  • પાલિકાએ 42 લાખનો ખર્ચ કર્યાં પછી ફ્લેગ ફાટી જતો હતો
  • વારંવાર ફ્લેગ ફાટી જતા ઉતારી લેવામાં આવ્યો હતો
     

Divyabhaskar.com

Aug 15, 2019, 04:02 PM IST

વડોદરાઃ વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા રાજ્યના સૌથી ઊંચા 67 મીટરના ફ્લેગ માસ્ટ પર વડોદરા મહાનગરપાલિકા આજે સ્વતંત્રતા દિવસે તિરંગો ફરકાવવાનું ભૂલી ગઈ હતી. વર્ષ 2017માં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યના સૌથી ઊંચા ફ્લેગનું લોકાર્પણ કર્યું હતું. જેની પાછળ 42 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ટેક્નિકલ ખામી કારણે વારંવાર ફાટી જતા પાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો હતો. જોકે આજે સ્વતંત્રતા દિવસે પણ પાલિકા તિરંગો લહેરાવવાનું ભૂલી ગઇ હતી.

પાલિકાના આયોજનના અભાવે લોકોના પૈસા પાણીમાં ગયા
રાજ્યનો સૌથી ઊંચો ફ્લેગ બનાવીને વડોદરા મહાનગરપાલિકાએ ખુબ વાહવાહી મેળવી હતી. પરંતુ 42 લાખ રૂપિયાનો ખર્ચ કર્યાં પછી પણ પાલિકા આ ફ્લેગની જાળવણી કરી શકી ન હતી. જેથી યોગ્ય આયોજનના અભાવે કામ કરતા પ્રજાના પૈસા પાણીમાં ગયા હતા.

X
2017માં સીએમ વિજય રૂપાણી લોકાર્પણ કર્યું હતું. આ વખતે તિરંગો ના ફરકાવાયો2017માં સીએમ વિજય રૂપાણી લોકાર્પણ કર્યું હતું. આ વખતે તિરંગો ના ફરકાવાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી